ઓક્ટોબર 17, 2024 4:14 પી એમ(PM)

views 14

ગુજરાતના 4 હજાર, 87 કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ

તાજેતરમાં વન વિભાગ દ્વારા ડોલ્ફીનની ગણતરી કરવામાં આવી, જેમાં ગુજરાતના 4 હજાર, 87 કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે. આ અંગે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, ગુજરાતમાં સૌથી વધુ 498 ડોલ્ફીન ડોલ્ફીન કચ્છના ઓખાથી ભાવનગરના નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યૂરીના વિસ્તારમાં હોવાની શક્યતા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે માનવ મિત્ર જળચર તરીકે ઓળખાતી ડોલ્ફિન દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગુજરાતના દરિયાકાંઠે ઇન્ડિયન...