માર્ચ 5, 2025 7:21 પી એમ(PM) માર્ચ 5, 2025 7:21 પી એમ(PM)

views 4

ઓગસ્ટ 2021માં કાબુલ વિમાનીમથક પર બોમ્બ વિસ્ફોટ કરનાર આરોપી આતંકવાદીને પકડી લેવામાં આવ્યો : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઓગસ્ટ 2021માં કાબુલ વિમાનીમથક પર બોમ્બ વિસ્ફોટ કરનાર આરોપી આતંકવાદીને પકડી લેવામાં આવ્યો છે. તેને અમેરિકા લાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે એબી ગેટ પરના હુમલા માટે ઇસ્લામિક આતંકવાદીઓ જવાબદાર હતા. અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત ફરી રહ્યું હતું ત્યારે થયેલા હુમલામાં 13 અમેરીકન સેનાનાં જવાનો અને અન્ય ઘણા લોકો માર્યા ગયા હતા. પોતાના બીજા કાર્યકાળમાં કોંગ્રેસને કરેલાં પ્રથમ સંબોધનમાં, ટ્રમ્પે આ પગલાને કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ સામે અમેરિકાની નવી તાક...

જાન્યુઆરી 31, 2025 2:54 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 2:54 પી એમ(PM)

views 7

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બ્રિક્સ દેશોને ચેતવણી આપી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બ્રિક્સ દેશોને ચેતવણી આપી છે કે જો તેઓ વૈશ્વિક વેપારમાં મુખ્ય ચલણ તરીકે યુએસ ડોલરને બદલવાનો પ્રયાસ કરશે તો તેમની નિકાસ પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે વારંવાર કહ્યું કે, બ્રિક્સ દેશોએ વૈશ્વિક વેપારમાં US ડોલરની ભૂમિકા જાળવી રાખવી જોઈએ નહીંતર આર્થિક પરિણામોનો સામનો કરવો પડશે. બ્રિક્સ દેશોના જૂથમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે

જાન્યુઆરી 23, 2025 2:01 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 2:01 પી એમ(PM)

views 5

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોન પર વાત કરી હતી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોન પર વાત કરી હતી. પદ સંભાળ્યા બાદ કોઈ વિદેશી નેતા સાથેની તેમની આ પ્રથમ વાતચીત હતી. પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં જટિલ પરિસ્થિતિ વચ્ચે આ વાત થઈ હતી. વાતચીત દરમિયાન, ક્રાઉન પ્રિન્સે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને તેમના શપથ ગ્રહણ બદલ અભિનંદન આપ્યા અને પ્રિન્સ સલમાન તરફથી અભિનંદન પાઠવ્યા, અમેરિકન લોકોની વધુ પ્રગતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી. બંને નેતાઓએ શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે દ્વિપક્ષીય સહયોગને...

જુલાઇ 19, 2024 2:56 પી એમ(PM) જુલાઇ 19, 2024 2:56 પી એમ(PM)

views 6

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આજે અમેરિકન લોકોના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આજે અમેરિકન લોકોના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન તેમના પર થયેલા હત્યાના પ્રયાસ બાદ મળેલા લોકોના સમર્થન અંગે તેમણએ લોકોને આભાર માન્યો હતો. ભૂતપૂર્વ યુએસ પ્રમુખે કહ્યું કે, તેમનો સંકલ્પ અતૂટ છે અને તેઓ અમેરિકન લોકોને સેવા કરતી સરકાર આપવા પ્રતિબદ્ધ છે. શ્રી ટ્રમ્પ આજે વિસ્કોન્સિનમાં મિલવૌકી ખાતે રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં સંબોધન કર્યુ હતું. ત્રીજી વખત રાષ્...