ફેબ્રુવારી 13, 2025 5:18 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 5:18 પી એમ(PM)

views 7

સરકાર આગામી દિવસોમાં વિવિધ રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને એકછત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે

સરકાર આગામી દિવસોમાં વિવિધ રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને એકછત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે. રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોના લોકો માટે ઘણી પેન્શન યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓમાં અટલ પેન્શન યોજના, પીએમ શ્રમિક મંથન અને પીએમ શ્રમ યોગી મંથનનો સમાવેશ થાય છે. શ્રી માંડવિયાએ જણાવ્યું કે હાલમાં આ યોજનાઓ હેઠળ આશરે 6 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે, જેમાં લાભાર્થી અને સરકાર બંનેનો ફાળો સમાન છે.