ફેબ્રુવારી 8, 2025 2:00 પી એમ(PM) ફેબ્રુવારી 8, 2025 2:00 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો છે.ગાંધીનગરમાં BIMSTEC યુવા સમિટ 2025નો આરંભ કરાવતા આ મુજબ જણાવ્યું.શ્રી માંડવિયાએ ઉમેર્યું કે ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે.આજે દેશમાં 1 લાખ 57 હજારથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે,જેમાંથી 48 ટકામાં ઓછામાં ઓછા એક મહિલા ડિરેક્ટરનો સમાવેશ થાય છે,જે સમૃદ્ધ અને સર્વ સમાવેશક સ્ટાર્ટઅપને પ્રતિબિંબિત કરે છે.તેમણે ઉમેર્યું કે ઉદ્યોગ સાહસિકતા, ર...

ડિસેમ્બર 15, 2024 8:12 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:12 એ એમ (AM)

views 5

કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે ભાવનગરના પ્રવાસે આવશે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે ભાવનગરના પ્રવાસે આવશે. શહેરના લોકોની સુખાકારી માટે 149 કરોડ રૂપિયાથી વધુના 11 જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને બે કરોડ રૂપિયાના એક કામનું લોકાર્પણ કરાશે. શ્રી માંડવિયા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના લોકાર્પણ-ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે તેઓ P.M.S.S.Y. સર. ટી. હોસ્પિટલની મુલાકાત લઈ અનાજના A.T.M.ની મુલાકાત લેશે.

ઓગસ્ટ 22, 2024 2:14 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 2:14 પી એમ(PM)

views 2

ડૉ. મનસુખ માંડવિયાએ અહાના જ્યોર્જ, અનન્યા ભાવસાર અને ગુંજન મંત્રીને ફીબા અંડર -18 બાસ્કેટબૉલ વિશ્વકપ-2024માં પસંદ થવા બદલ શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય યુવા કાર્ય અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અહાના જ્યોર્જ, અનન્યા ભાવસાર અને ગુંજન મંત્રીને ફીબા અંડર -18 બાસ્કેટબૉલ વિશ્વકપ-2024માં પસંદ થવા બદલ શુભેચ્છા પાઠવી છે. આ વિશ્વકપ 26 ઑગસ્ટથી હંગેરીમાં શરૂ થશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ.માંડવિયાએ સરકારની ‘ખેલો ઇન્ડિયા’ પહેલના વખાણ કરતા કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આ પહેલ ઉભરતી પ્રતિભાઓની સફળતાને દર્શાવે છે.