ડિસેમ્બર 27, 2024 2:33 પી એમ(PM)

views 16

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન, દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકવશે અને કોઈ સરકારી કાર્યક્રમોનું આયોજન નહીં કરાય. ડૉ, સિંઘના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે કરવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે વિદેશમાં તમામ ભારતીય મિશન અને દૂતાવાસોમાં પણ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રહેશે.

ડિસેમ્બર 27, 2024 2:31 પી એમ(PM)

views 12

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોક સંદેશમાં લખ્યું કે ડૉ. સિંઘ વૈશ્વિક સ્તરે જાણીતા અર્થશાસ્ત્રી, પ્રતિષ્ઠિત વિદ્વાન, રાજનેતા અને એક અનુકરણીય સંસદસભ્ય હતા. ભારતના નાણામંત્રી તરીકેના સૌથી પડકારજનક સમયગાળા દરમિયાન તેમણે સફળતાપૂર્વક રાષ્ટ્રને આર્થિક કટોકટીમાંથી કાઢ્યું અને વૈશ્વિકીકરણ અને ઉદારીકરણનો પાયો નાખ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલ...