ફેબ્રુવારી 13, 2025 5:10 પી એમ(PM)

views 12

કેન્દ્ર સરકારે આજે જણાવ્યું કે તેણે ભૂકંપ જોખમ ઘટાડવાની પદ્ધતિને મજબૂત બનાવવા માટે બહુપક્ષીય વ્યૂહરચના અપનાવી છે

કેન્દ્ર સરકારે આજે જણાવ્યું કે તેણે ભૂકંપ જોખમ ઘટાડવાની પદ્ધતિને મજબૂત બનાવવા માટે બહુપક્ષીય વ્યૂહરચના અપનાવી છે. સંસદમાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા, પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંઘે કહ્યું કે સરકારે હિમાલય અને અન્ય સ્થળોએ પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, વેધશાળાઓ સ્થાપિત કરી છે અને આપત્તિ પ્રતિભાવ તાલીમ, જાગૃતિ કાર્યક્રમો અને મોક એક્સરસાઈઝ ચાલુ રાખી છે, જેથી કોઈપણ ઘટના દરમિયાન માણસો અને મશીનરી તૈયાર રહે.