ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM)

views 16

વિદેશ મંત્રી જયશંકર આજથી ત્રણ દિવસ કતારના પ્રવાસે જશે

ભારતના વિદેશ મંત્રી ડૉકટર એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેમની આ મુલાકાત દરમિયાન કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક અને લોકો-થી-લોકો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં સક્ષમ બનાવશે.

ડિસેમ્બર 24, 2024 8:08 પી એમ(PM)

views 7

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર આજથી છ દિવસની અમેરિકાની મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર આજથી છ દિવસની અમેરિકાની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ અમેરિકામાં તેમના સમકક્ષ નેતાઓને મળશે અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ડૉ. જયશંકર અમેરિકામાં ભારતીય કોન્સ્યુલ જનરલની કોન્ફરન્સની પણ અધ્યક્ષતા કરશે.

નવેમ્બર 14, 2024 6:33 પી એમ(PM)

views 12

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દુબઈ નોલેજ પાર્ક ખાતે સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિસરના ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દુબઈ નોલેજ પાર્ક ખાતે સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિસરના ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરી હતી. આ સમારોહને ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સંબંધોમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સંયુક્ત આરબ અમીરાતના સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન પણ હાજર હતા. આ પ્રસંગે, વિદેશ મંત્રીએ કહ્યું કે, આ ઉદ્ઘાટન માત્ર સંસ્થાકીય વિસ્તરણ નથી પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 માં વર્ણવ્યા મુજબ ભારતના શૈક્ષણિક ક્ષેત્ર તરફ એક મ...

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 12

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહીં. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં IC સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત વહીવટીતંત્ર પરના સરદાર પટેલ વ્યાખ્યાનમાં ભાગ લેતા પત્રકારો સાથે વાતચીત કરી હતી. ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરિ...

ઓગસ્ટ 16, 2024 9:32 એ એમ (AM)

views 14

વિદેશ મંત્રી ડૉએસ જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે.

વિદેશ મંત્રી ડૉએસ જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર તેમના સમકક્ષ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને મળશે. ડો. જયશંકરની મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, કોન્સ્યુલર અને લોકો-થી-લોકોના સંપર્કો સહિત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા સક્ષમ બનાવશે. બંને પક્ષો પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરશે.