ફેબ્રુવારી 3, 2025 10:14 એ એમ (AM)

views 13

ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025 જીત્યું

ચેસમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ ગઈકાલે રાત્રે નેધરલેન્ડ્સના વિજ્કઆન ઝી ખાતે રમાયેલા ટાઈબ્રેકરમાં રોમાંચક મુકાબલામાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશને હરાવીને પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો. આ વિજયથી આર. પ્રજ્ઞાનંધ 2006માં વિશ્વનાથન આનંદ પછી પ્રતિષ્ઠિત ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. 14 ખેલાડીઓની રાઉન્ડ-રોબિન ઇવેન્ટ નાટકીય રીતે સમાપ્ત થઈ, ગુકેશ અને પ્રજ્ઞાનંધા બંને 13 રાઉન્ડ પછી 8.5 પોઈન્ટ સાથે બરાબરી પર હતા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અણનમ રહેલા ગુકેશ પોતાની છેલ...

ડિસેમ્બર 12, 2024 2:04 પી એમ(PM)

views 11

ભારતીય ચેસ ખેલાડી ડી.ગુકેશ આજે સિંગાપોરમાં FIDE વિશ્વ ચેસ સ્પર્ધાની અંતિમ રમત ચીનના ડીંગ લિરેન સામે રમશે

ભારતીય ચેસ ખેલાડી ડી.ગુકેશ આજે સિંગાપોરમાં FIDE વિશ્વ ચેસ સ્પર્ધાની અંતિમ રમત ચીનના ડીંગ લિરેન સામે રમશે. આ રમત ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગ્યે શરૂ થશે. અંતિમ 14મા રાઉન્ડના વિજેતાને વિશ્વ ચેમ્પિયન જાહેર કરાશે. જો રમત ડ્રો થશે, તો આવતીકાલે ટાઇબ્રેકર રમત રમાશે. ગઈકાલે, ગુકેશ અને ડીંગ લિરેન વચ્ચેની 13મી રમત ડ્રોમાં પરિણમી હતી. ડ્રો બાદ બંને ખેલાડીઓને 6.5 પોઈન્ટ મળ્યા હતા.