ઓગસ્ટ 16, 2024 7:54 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 7:54 પી એમ(PM)
13
સમગ્ર ગુજરાતમાં આજથી ડિજિટલ પાક સર્વેની કામગીરીનો પ્રારંભ
સમગ્ર ગુજરાતમાં આજથી ડિજિટલ પાક સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી ૪૫ દિવસ સુધી ચાલશે. ગુજરાતના ૩૩ જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે. રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. ૧૨ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે-પૂરી થતી નહોતી. ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં હવે ૧૦૦ ટકા પાણીપત્રક નમૂના નં. ૧૨માં નોંધણી થશે. પરિણામે નમૂના નં. ૧૨માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે. ગુજરાતના ૩૩ જિલ્લાઓના કુલ ૧૮ હ...