જાન્યુઆરી 29, 2025 7:10 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:10 પી એમ(PM)

views 4

ડાંગ જિલ્લાની મહાલ કેમ્પ સાઇટ ખાતે ”ગીર ફાઉન્ડેશન” અને ”ઉત્તર ડાંગ વન વિભાગ” આહવાના સંયુક્ત ઉપક્રમે “ટકાઉ જીવનશૈલી પધ્ધતિ” વિષય આધારિત કાર્યશાળા યોજાઇ

ડાંગ જિલ્લાની મહાલ કેમ્પ સાઇટ ખાતે ''ગીર ફાઉન્ડેશન '' અને ''ઉત્તર ડાંગ વન વિભાગ'' આહવાના સંયુક્ત ઉપક્રમે “ટકાઉ જીવનશૈલી પધ્ધતિ” વિષય આધારિત કાર્યશાળા યોજાઇ ગઈ. આ કાર્યશાળામાં ડાંગ જિલ્લાની કોલેજો તેમજ જિલ્લાની આજુબાજુના વિસ્તારની કોલેજોના કુલ ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓ માટે દોઢ દિવસીય ''વર્કશોપ'' યોજવામાં આવ્યો હતો. “ટકાઉ જીવનશૈલી પધ્ધતિ” તાલીમના અનુભવથી ભવિષ્યની પેઢીઓને આજના સમયમાં થઇ રહેલી ગ્લોબલ વોર્મિંગમાં બદલાવની ઝલક તથા તેના સંરક્ષણમાં સામેલ થવાનું પ્રોત્સાહન મળશે, તેમ ઉત્તર ડાંગ વન વિભાગના ના...

જાન્યુઆરી 29, 2025 7:05 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:05 પી એમ(PM)

views 7

ડાંગના ડોન ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે માર્ગદર્શન અપાયું

ડાંગના ડોન ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે માર્ગદર્શન અપાયું. આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના નિષ્ણાંતોને દ્વારા જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ અને આધુનિક ખેતીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જાન્યુઆરી 26, 2025 8:20 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 8:20 એ એમ (AM)

views 3

ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિસદ દ્વારા દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિસદ દ્વારા દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે આહવાના નગરજનો અને આશ્રમ શાળાના બાળકોએ ટેલિસ્કોપ દ્વારા આ ખગોળીય ઘટનાને નિહાળી હતી. લોકવિજ્ઞાન કેન્દ્રના જિલ્લા સંયોજકે બાળકોને ખગોળીય ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે આહવાના નગરજનો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

જાન્યુઆરી 9, 2025 7:55 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:55 પી એમ(PM)

views 6

ડાંગ જિલ્લામાં ચાઇનીઝ માંજા,નાયલોન,પ્લાસ્ટીક દોરી, કાચનુ તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી, અન્ય સિન્થેટિક માંજા, વિેગેરેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

ડાંગ જિલ્લામાં ચાઇનીઝ માંજા,નાયલોન,પ્લાસ્ટીક દોરી, કાચનુ તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી, અન્ય સિન્થેટિક માંજા, વિેગેરેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે જિલ્લા પોલીસ વડાએ આજે મકરસંક્રાતિના તહેવારને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને ડાંગની જનતા ઉત્સાહપૂર્વક મકરસંક્રાતિનો તહેવાર ઉજવી શકે તે માટે જાહેર અપીલ કરી છે.

જાન્યુઆરી 1, 2025 6:32 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:32 પી એમ(PM)

views 4

ડાંગના આહવા ખાતે કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ

ડાંગના આહવા ખાતે કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં માર્ગ સલામતિ અંગે શાળાઓમાં સેમિનાર યોજવા, CPR ની તાલીમ આપવી તેમજ વ્યાપક પ્રમાણમાં જિલ્લાના નાગરીકોને માર્ગ સલામતિ અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી, સોશિયલ મિડિયા પર શોર્ટ ફિલ્મ અનેતેમજ પોસ્ટરો દ્વારા પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ ફેલાવા જણાવ્યું હતું. આઉપરાંત પ્રવાસન સ્થળોએ અને માર્ગોમાં અકસ્માત નિવારવા માટે સાઈન બોર્ડ, માર્કિંગ, લાઈટીંગ વગેરે સત્વરે સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગ માર્ગ અને મકાન સ્ટે...

ડિસેમ્બર 27, 2024 3:40 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:40 પી એમ(PM)

views 7

ડાંગ જિલ્લામાં સરકારની જનકલ્યાણ યોજનાઓની માહિતી આપવા એક કાર્યક્રમ યોજાયો

ડાંગ જિલ્લામાં સરકારની જનકલ્યાણ યોજનાઓની માહિતી આપવા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહિલાઓને PMFME લૉન, SEP લૉન અને મુદ્રા લૉન અંગે માહિતી અપાઈ હતી.

ડિસેમ્બર 26, 2024 8:07 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:07 પી એમ(PM)

views 4

ડાંગ જિલ્લાના વાહુટીયા ગામે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 5.97 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ‘વાહુટીયા -૧ વિયર’ નું લોકાર્પણ કરવામાં આવ્યું

ડાંગ જિલ્લાના વાહુટીયા ગામે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 5.97 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 'વાહુટીયા -૧ વિયર' નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સૌથી વધારે વરસાદ ધરાવતા ડાંગ જિલ્લામા વધુમા વધુ સંખ્યામા ચેકડેમ અને વિયર બનાવી, સિંચાઈ માટે પાણી રોકી, લોકોને ખેતી તરફ પ્રેરિત કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યાં છે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા..

ડિસેમ્બર 8, 2024 7:20 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 7:20 પી એમ(PM)

views 5

ડાંગમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪ યોજાયો. જેમાં ત્રણ હજારથી વધુ ખેડૂતોએ ભાગ લીધો

ડાંગમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪ યોજાયો. જેમાં ત્રણ હજારથી વધુ ખેડૂતોએ ભાગ લીધો. આ મહોત્સવમાં વઘઇ કૃષિ યુનિવર્સીટીના કૃષિ વૈજ્ઞાનિકો, તેમજ દરેક તાલુકાના પ્રગતિશિલ ખેડુતોએ ટકાઉ ખેતી પધ્ધતિ, પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક પદ્ધતિ, મિશ્ર ખેતી, ખેતી પાકોના મૂલ્ય વર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો અને મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન જેવા વિષયો પર પોતાના અનુભવો સાથે ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. સાથે જ ખેડૂતોએ પણ તેઓને મુંઝવતા પ્રશ્નોનું આદાન-પ્રદાન કરી જરૂરી માર્ગદર્શન નિષ્ણાંતો પાસેથી મેળવ્યુ...

ડિસેમ્બર 7, 2024 8:17 એ એમ (AM) ડિસેમ્બર 7, 2024 8:17 એ એમ (AM)

views 4

ડાંગનાં આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતી સાથે સિઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે.

ડાંગનાં આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતી સાથે સિઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. ભેજવાળી અને ઠંડી આબોહવામાં પાકતી સ્ટ્રોબેરીને ડાંગ જિલ્લાનું અનુકૂળ વાતાવરણ મળી રહેતા અહીનાં આદિવાસી ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરીની ખેતી કરી છે અને આહવા, વઘઇ તથા સાપુતારાના બજારમાં વેચી રહ્યા છે. બાગાયત ખાતા દ્વારા 50 થી વધુ ખેડૂતોને સહાય પણ ચૂકવવામાં આવી છે.

નવેમ્બર 22, 2024 2:51 પી એમ(PM) નવેમ્બર 22, 2024 2:51 પી એમ(PM)

views 5

ડાંગ જિલ્લામાં યુવા મતદાર મહોત્સવની ઉજવણી અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન વેગંવતો બન્યું

ડાંગ જિલ્લામાં યુવા મતદાર મહોત્સવની ઉજવણી અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન વેગંવતો બની રહ્યું છે. લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ, નૈતિક મતદાન વિશે શાળાના બાળકો જાણે અને સમજે તે વિષય પર તેમને માર્ગદર્શન અપાયું હતું. વિવિધ શાળાઓના બાળકો પોતાના પરિવારોને તેમજ ગ્રામજનોને પણ મતદાન વિશે જાગૃત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અંતર્ગત દર વર્ષે યુવા મતદાર મહોત્સવનું આયોજન કરાય છે.