માર્ચ 9, 2025 7:11 પી એમ(PM) માર્ચ 9, 2025 7:11 પી એમ(PM)

views 5

ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો ડાંગ દરબાર મેળાનો આજથી આરંભ થયો છે.

ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો ડાંગ દરબાર મેળાનો આજથી આરંભ થયો છે. ડાંગ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણથી ડાંગના પાંચ રાજવી શ્રીઓનું સન્માન કરી બગીમાં બેસાડી નગર ભ્રમણ કરાયું. આ રથનું મંત્રી કુંવરજી હળપતિ, સાંસદ ધવલ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ડાંગ જિલ્લાના મુખ્ય મથક ખાતે આજથી ચાર દિવસ સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.

માર્ચ 5, 2025 6:11 પી એમ(PM) માર્ચ 5, 2025 6:11 પી એમ(PM)

views 3

ડાંગ જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પોષણ સુધા યોજનાને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે

ડાંગ જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પોષણ સુધા યોજનાને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા અને ધાત્રી માતાને એક ટંક ભર પેટ ભોજન મળે છે આહવા,વઘઇ અને સુબીરમાં મળીકુલ-૨૮૬૧ સગર્ભા માતા અને ધાત્રી માતાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે . 

માર્ચ 4, 2025 6:55 પી એમ(PM) માર્ચ 4, 2025 6:55 પી એમ(PM)

views 7

ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાની રાજ્ય કક્ષાએ સર્વ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઇ

ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાની રાજ્ય કક્ષાએ સર્વ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઇ છે. દીપ દર્શન માધ્યમિક શાળાના આચાર્યા સુહાસિની પરમાર જણાવે છે કે, વર્ષ ૧૯૭૫માં માત્ર ૨૦ વિદ્યાર્થીઓથી શરૂ થયેલ આ શાળામાં આજે એક હજાર આઠસોથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા છે. દરમ્યાન તાપીથી અમારાં પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે, જિલ્લાના સોનગઢ તાલુકાની ડોસવાડા મોડેલ શાળાની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે દ્વિતીય ક્રમાંકે પસંદગી કરવામાં આવી છે.

માર્ચ 2, 2025 7:37 પી એમ(PM) માર્ચ 2, 2025 7:37 પી એમ(PM)

views 7

રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં વર્ષ 2024-25 માટે ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં વર્ષ 2024-25 માટે ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા ચકાસણીને અંતે 81.69 ગુણ મેળવી આ શાળાને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાઇ હતી.આ શાળાને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ રૂપિયાની પ્રોત્સાહક રકમ અપાશે. અગાઉ વર્ષ 2019-20માં જિલ્લા કક્ષાએ આ શાળાને સર્વ શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ તપાસના આધારે જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની પસંદગી કરવામા...

ફેબ્રુવારી 26, 2025 8:29 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:29 એ એમ (AM)

views 3

ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા સંગ્રહાલય આગામી પહેલા માર્ચથી મુલાકાતીઓ માટે બંધ રહેશે.

ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા સંગ્રહાલય આગામી પહેલા માર્ચથી મુલાકાતીઓ માટે બંધ રહેશે. ડાંગનાં અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે, સાપુતારા સંગ્રહાલયના નવીનીકરણ અને આધુનિકીકરણના કામના કારણે પહેલી માર્ચથી અનિશ્ચિત સમય સુધી આ સંગ્રહાલય બંધ રહેશે.

ફેબ્રુવારી 20, 2025 7:26 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:26 પી એમ(PM)

views 3

ડાંગમાં જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી.

ડાંગમાં જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અને ડાંગના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તાએ ગ્રામજનોને માહિતી આપી. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં વસતા દરેક નાગરિકને સમાન ન્યાય મળે તે માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ 2007માં સમાનતા કેન્દ્રવર્તી વિચાર સાથે દર વર્ષે 20મી ફેબ્રુઆરીને વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

ફેબ્રુવારી 18, 2025 6:12 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 6:12 પી એમ(PM)

views 4

ડાંગના દેવીનામાળ ઇકો ટુરીઝમ સાઇટ ખાતે નેચર એજ્યુકેશન કેમ્પ દરમિયાન અમદાવાદના એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું

ડાંગના દેવીનામાળ ઇકો ટુરીઝમ સાઇટ ખાતે નેચર એજ્યુકેશન કેમ્પ દરમિયાન અમદાવાદના એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. નેચર એજ્યુકેશન કેમ્પની પાંચમી બેચમાં સરકારી પોલીટેકનીક કોલેજ અમદાવાદના ૫૦ લોકો દેવીનામાળ કેમ્પ સાઇટ ઉપર પ્રશિક્ષણમાં ભાગ લેવા માટે ગયા હતા. જેમાં શિબિરાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે કોઇને જાણ કર્યા વગર જંગલ વિસ્તારની ખાપરી નદીમાં નહાવા ગયા હતા. દરમ્યાન શિવમ શાહ નામનો વિદ્યાર્થી પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં વન કર્મીઓ દ્વારા વિધ્યાર્થીનું રે...

ફેબ્રુવારી 14, 2025 7:18 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:18 પી એમ(PM)

views 5

‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાને લઈ ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તૈયારીઓ આરંભી દીધી

ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાને લઈ ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તૈયારીઓ આરંભી દીધી છે. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ‘ડાંગ દરબાર’ આયોજન અંગેની અગત્યની બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર મેહુલ ખાંટે, સૌ સમિતિ સભ્યોને તેમની કામગીરીથી માહિતગાર કર્યા હતા. આહવા ખાતે યોજનારા ડાંગ દરબારમાં કાર્યક્રમ સંબંધિત આનુશાંગિક વ્યવસ્થાઓ બાબતે રચાયેલી જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓને, તેમની કામગીરીથી અવગત કરાવતા જિલ્લા કલેક્ટર રાજ ...

ફેબ્રુવારી 11, 2025 3:20 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 3:20 પી એમ(PM)

views 5

ડાંગના વઘઇ તાલુકાના માનમોડી ક્લસ્ટરમાં સમાવિષ્ટ કાંચનપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ

ડાંગના વઘઇ તાલુકાના માનમોડી ક્લસ્ટરમાં સમાવિષ્ટ કાંચનપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના માસ્ટર ટ્રેનર મિતલબેન મેસવાણીયા, અને સંદિપભાઈ શેવરે દ્વારા રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનોનો ઉપયોગ અને આધુનિક ખેતી અંગેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તાલીમ, ખેતીલક્ષી પ્રેરણા પ્રવાસ, આધુનિક ખેતીની મુલાકાત...

ફેબ્રુવારી 6, 2025 7:53 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 7:53 પી એમ(PM)

views 12

આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા પંચાતના પ્રમુખ નિર્મળા ગાઈનની ઉપસ્થિતિમાં આશા સંમેલન ૨૦૨૪-૨૫ યોજાયું

આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા પંચાતના પ્રમુખ નિર્મળા ગાઈનની ઉપસ્થિતિમાં આશા સંમેલન ૨૦૨૪-૨૫ યોજાયું હતું. સાથે જ ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓ માટે યોજનાકીય જાણકારી અંગેનો વર્કશોપ પણ યાજવામાં આવ્યો હતો. જેમાં માતા અને બાળ મરણ રોકવા તેમજ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે નાની ઉમરે લગ્ન કરતાં અટકાવવા તથા ગ્રામજનોને જાગૃત કરવા માટે આ સમેલનનો ઉદેશ્ય હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે માહીતી આપી તમામ આરોગ્યની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડવા જન પ્રતિનિધિ...