માર્ચ 27, 2025 2:15 પી એમ(PM) માર્ચ 27, 2025 2:15 પી એમ(PM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી કાશ્મીર ખીણ સુધીની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી કાશ્મીર ખીણ સુધીની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે. આ સાથે કાશ્મીર ખીણ સાથે રેલ જોડાણના 70 વર્ષથી જૂનું સ્વપ્ન સાકાર થશે. આ વંદે ભારત ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી ઉપડશે અને પીર પંજાલ પર્વતમાળાને પાર કરીને શ્રીનગર થઈને ઉત્તર કાશ્મીરના બારામુલ્લા ખાતે તેના અંતિમ મુકામ સુધી પહોંચશે. હાલમાં આ ટ્રેન સંગલદનથી બારામુલ્લા સુધી ચાલે છે. પ્રધાનમંત્રી 19 એપ્રિલની સવારે નવી દિલ્હીથી ઉધમપુર લશ્કરી વિમાનમથક પર ઉતરશે અને ત્યાંથી રિયાસી જિલ્લામાં...