નવેમ્બર 1, 2024 9:22 એ એમ (AM) નવેમ્બર 1, 2024 9:22 એ એમ (AM)

views 4

ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર, સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે. ન્યૂ ઝિલેન્ડે પહેલી બંને ટેસ્ટ મેચમાં ભારતને પરાજય આપી શ્રેણી જીતી લીધી છે. ભારત બેંગ્લોર ટેસ્ટમાં આઠ પુણે ટેસ્ટમાં 113 રનથી હારી ગયું હતું. ભારત ઉપર વિશ્વ ટેસ્ટ સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા બનાવવાનું પણ દબાણ છે. એટલે હવે વધુ છ ટેસ્ટ મેચ રમાશે, જેમાં પાંચ ટેસ્ટ આ મહિનામાં જ ઑસ્ટ્રેલિયામાં રમાશે. ભારતને વિશ્વ ટેસ્ટ સ્પર્ધા માટે ઓછામાં ઓછી ચાર ટે...

ઓક્ટોબર 25, 2024 9:31 એ એમ (AM) ઓક્ટોબર 25, 2024 9:31 એ એમ (AM)

views 5

પુણેમાં રમાઇ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ન્યુઝીલેન્ડ સામે તેની પ્રથમ ઇનિંગમાં એક વિકેટે 16 રન બનાવ્યા

પુણેમાં રમાઇ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ન્યુઝીલેન્ડ સામે તેની પ્રથમ ઇનિંગમાં એક વિકેટે 16 રન બનાવ્યા હતા. ભારતે સુકાની રોહિત શર્માની વિકેટ શરૂઆતમાં ગુમાવી દીધી હતી, પરંતુ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે વધુ વિકેટ ગુમાવ્યા વિના અંતિમ કેટલીક ઓવરો પૂરી કરી હતી. ગિલ 10 અને જયસ્વાલ 6 રને અણનમ છે. અગાઉ, ન્યુઝીલેન્ડ 259 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે તેની કારકિર્દીમાં પ્રથમ વાર 5 વિકેટ ઝડપીને ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું. રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ લીધ...

સપ્ટેમ્બર 19, 2024 8:34 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 8:34 પી એમ(PM)

views 4

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા હતા. આર અશ્વિને કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી નોંધાવી હતી અને 102 રને અણનમ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ 86 રને અણનમ હતા. યશસ્વી જયસ્વાલે 56, રિષભ પંતે 39 રન કર્યા હતા. બાંગલાદેશ વતી હસન મહમુદે ચાર વિકેટ લીધી હતી. અગાઉ, બાંગલાદેશે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી.

સપ્ટેમ્બર 19, 2024 2:16 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 2:16 પી એમ(PM)

views 5

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચની શરૂઆતમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ ભારતની ટીમે 36 ઓવર પર 4 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા છે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ આ ભારતની પ્રથમ ટેસ્ટ મેચ છે..