જાન્યુઆરી 28, 2025 9:54 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:54 એ એમ (AM)

views 9

રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો

રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી સ્પર્ધામાં બંને ખેલાડીએ અલગ-અલગ પુરુષ અને મહિલાઓની શ્રેણીમાં ચેમ્પિયન તરીકે વિજય મેળવ્યો હતો. તેઓને ટ્રોફી અને ૩.૨ લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.

નવેમ્બર 26, 2024 9:55 એ એમ (AM) નવેમ્બર 26, 2024 9:55 એ એમ (AM)

views 2

મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પિર ખાતે રમાયેલી 10મી એશિયા પેસિફિક ડેફ રમતોમાં ટેબલ ટેનિસની ઇવેન્ટ માટે અમદાવાદનાં ખેલાડી શાઈની ગૉમ્સની પસંદગી કરાઈ

મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પિર ખાતે રમાયેલી 10મી એશિયા પેસિફિક ડેફ રમતોમાં ટેબલ ટેનિસની ઇવેન્ટ માટે અમદાવાદનાં ખેલાડી શાઈની ગૉમ્સની પસંદગી કરાઈ છે. આ રમતોમાં બેડમિન્ટન, ટેબલટેનિસ, ચેસ, જુડો, રેસલિંગ, ટેકવૉન્ડો અને એથ્લેટિક્સની ઇવેન્ટ સામેલ કરાઈ છે. ટેબલટેનિસની ઇવેન્ટ માટે અમદાવાદનાં યુવા ખેલાડી શાઈની ગૉમ્સની પસંદગી કરવામાં આવી છે. ભારતમાંથી કુલ 68 બધિર ખેલાડીઓ, 15 કૉચ અને નવ અધિકારીઓ એમ 92 લોકોની ટુકડી મલેશિયા જશે. તમામ ખેલાડીઓ હાલમાં દિલ્હી ખાતેના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ અને જવાહરલાલ નેહરુ સ્ટેડ...

ઓક્ટોબર 10, 2024 7:57 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 7:57 પી એમ(PM)

views 7

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓની પુરૂષોની ટીમે કઝાકિસ્તાનમાં ચાલી રહેલ એશિયાઇ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓની પુરૂષોની ટીમે કઝાકિસ્તાનમાં ચાલી રહેલ એશિયાઇ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. સ્પર્ધાની સેમિફાઇનલમાં ભારતનો ચાઇનીઝ તાઇપેઇ સામે 3-0થી પરાજય થયો હતો. ભારતના શરથ કમલનો- લીન-યુન જુ સામે અને માનવ ઠક્કરનો- કાઓ ચેંગ જુઇ સામે પરાજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય પુરૂષ ખેલાડીઓની ટીમે વર્ષ 2021 અને 2023માં આ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રકો જીત્યા હતા.

ઓગસ્ટ 1, 2024 2:07 પી એમ(PM) ઓગસ્ટ 1, 2024 2:07 પી એમ(PM)

views 5

પેરિસ ઓલિમ્પિકમાં ભારત નિશાનેબાજી, મુક્કેબાજી, હોકી અને ટેબલ ટેનિસ સહિતની રમતોમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો.પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો. અન્ય બોક્સર નિશાંત દેવ પણ બોક્સિંગમાં 71 કિલો વજન વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યાં છે. ભારતનાં ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકિત ચીનનાં સુન યિંગ્શા સામે હારી ગયાં ...

જુલાઇ 11, 2024 5:14 પી એમ(PM) જુલાઇ 11, 2024 5:14 પી એમ(PM)

views 27

વડોદરામાં આજથી 14મી જુલાઈ સુધી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ

વડોદરામાં આજથી 14મી જુલાઈ સુધી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થશે. સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાનારી આ સ્પર્ધામાં સ્થાનિક ખેલાડી અને પુરૂષ શ્રેણીમાં બીજો ક્રમાંક ધરાવતાં પ્રથમ માદલાણી પણ રમશે.. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાઈ રહી છે.