માર્ચ 31, 2025 6:32 પી એમ(PM) માર્ચ 31, 2025 6:32 પી એમ(PM)

views 3

ભારતીય ટેનિસ સ્ટાર યુકી ભાંબરીએ કારકિર્દીની સર્વોચ્ચ 26મી રેન્કિંગ હાંસલ કરીને એટીપી ડબલ્સ રેન્કિંગમાં ટોચના 30માં સ્થાન મેળવ્યું

ભારતીય ટેનિસ સ્ટાર યુકી ભાંબરીએ કારકિર્દીની સર્વોચ્ચ 26મી રેન્કિંગ હાંસલ કરીને એટીપી ડબલ્સ રેન્કિંગમાં ટોચના 30માં સ્થાન મેળવ્યું છે. તે ભારતનો નંબર 1 ડબલ્સ ખેલાડી પણ બન્યો છે., જેણે અનુભવી ભારતીય ખેલાડી રોહન બોપન્નાના સાડા પાંચ વર્ષના વિક્રમને આંબ્યો છે.બોપન્ના હવે 44મા ક્રમે છે. ભાંબરી અને તેના સાથી પોર્ટુગલના નુનો બોર્ગેસ તાજેતરમાં જ પ્રતિષ્ઠિત મિયામી ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ આ જોડી લોયડ ગ્લાસપૂલ અને જુલિયન કેશની બ્રિટિશ જોડી સામે 6-7,6-3 થી હારી ગઇ હતી.

જાન્યુઆરી 25, 2025 6:24 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 6:24 પી એમ(PM)

views 8

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની મેડિસન કીઝે રોમાંચક મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્યના સબ઼ાલેન્કાને 6-3, 2-6, 7-5થી પરાજય આપ્યો

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની મેડિસન કીઝે રોમાંચક મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્યના સબ઼ાલેન્કાને6-3, 2-6, 7-5થી પરાજય આપ્યો હતો. કીઝે સબાલેન્કાને સતત ત્રીજી વાર ઓસ્ટ્રેલિયનઓપનનો ખિતાબ જીતવાથી વંચિત રાખી હતી.પુરુષ સિંગલ્સની ફાઇનલમાં આવતી કાલે વર્તમાન ચેમ્પિયન અનેટોચના ક્રમાંકિત ઇટલીના જન્નિક સિન્નર જર્મન ખેલાડી એલેકઝાન્ડર ઝ્વેરેવનો સામનોકરશે.પુલ અનિલ હેડલાઇનઃ અમેરિકાની મેડિસન કીઝે વર્તમાનચેમ્પિયન આર્યના સબ઼ાલેન્કાને હરાવી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો

ઓક્ટોબર 31, 2024 7:34 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 7:34 પી એમ(PM)

views 5

ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બોલ્લિપલ્લિ અને અર્જુન કાધે આજે સાંજે સ્લોવેકિયા ખાતે આયોજિત બ્રેસ્તિસ્લાવા ઓપન ટુર્નામેન્ટમાં રમશે.

ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બોલ્લિપલ્લિ અને અર્જુન કાધે આજે સાંજે સ્લોવેકિયા ખાતે આયોજિત બ્રેસ્તિસ્લાવા ઓપન ટુર્નામેન્ટમાં રમશે. ભારતીય જોડી પુરુષોની ડબલ્સ ક્વાર્ટરફાઇનલ્સમાં નેધર્લેન્ડ્સનાં રોબિન હાસ્સે અને ઓસ્ટ્રિયાનાં લુકાસ મિડલરની જોડીનો સામનો કરશે. અગાઉ, બોલ્લિપલ્લિ અને કાધેએ પ્રિ-ક્વાર્ટરફાઇલ્સમાં ભારતીય જોડી જીવન નેદુંચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની જોડીને હરાવી હતી. બીજી એક ક્વાર્ટર ફાઇનલમાં, ભારતીય ખેલાડીઓ એન શ્રીરામ બાલાજી અને આર્જેન્ટીનાના ગુઇડો એન્ડ્રેઝ્ની જોડી આજે સ્લોવેકિયાની પો...

ઓક્ટોબર 31, 2024 2:24 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 2:24 પી એમ(PM)

views 2

ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બૉલ્લિપલ્લી અને અર્જૂન કાધે આજે સ્લૉવાકિયામાં યોજાનારી બ્રાતિસ્લાવા ઑપન સ્પર્ધામાં ભાગ લેશે

ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બૉલ્લિપલ્લી અને અર્જૂન કાધે આજે સ્લૉવાકિયામાં યોજાનારી બ્રાતિસ્લાવા ઑપન સ્પર્ધામાં ભાગ લેશે. પુરુષ ડબલ્સ ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય જોડીનો મુકાબલો નેદરલેન્ડના રૉબિન હાસે અને ઑસ્ટ્રેયાના લુકાસ મીડલરની જોડી સામે થશે. આ પહેલા બૉલ્લિપલ્લી અને કાધેએ ભારતના જ જીવન નેદુનચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની જોડીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં 6—4, 6—4થી પરાજય આપ્યો હતો. અન્ય એક ક્વાર્ટર ફાઈનલમાં, ભારતીય ખેલાડી એન. શ્રીરામ બાલાજી પોતાના અર્જેન્ટીનાના સાથી ગુઈડો આન્દ્રેઓઝીનો આજે સ્લૉવાકિ...

ઓક્ટોબર 10, 2024 8:05 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 8:05 પી એમ(PM)

views 6

ટેનિસના ગ્રાન્ડ઼ સ્લેમના 22 સિંગ્લસના ખિતાબો જીતનાર સ્પેનના દિગ્ગજ ખેલાડી રફેલ નડાલે વ્યવસાયિક ટેનિસ રમતોમાંથી નિવૃત્તિ જાહેર કરી છે

ટેનિસના ગ્રાન્ડ઼ સ્લેમના 22 સિંગ્લસના ખિતાબો જીતનાર સ્પેનના દિગ્ગજ ખેલાડી રફેલ નડાલે વ્યવસાયિક ટેનિસ રમતોમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આજે સોશિયલ મિડિયા ઉપર આ જાણકારી આપીને નડાલે પોતાની કારકિર્દી દરમિયાન સંપૂર્ણ સમર્થન આપવા બદલ ટેનિસ ચાહકોનો આભાર માન્યો છે. રફેલ નડાલ આગામી નવેંબરમાં મલાગામ ખાતે યોજાનારી ડેવિસ કપ ટેનિસ સ્પર્ધાની ફાઇનલ બાદ નિવૃત્તિ લેશે. ઉલ્લેખનીય છે કે, રફેલ નડાલે ઓલિમ્પિકસ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, એટીપી સિંગલ્સના 92 અને 36 માસ્ટર્સ ખિતાબો જીત્યા છે. રફેલ નડાલ કારકિર્દી દરમિયાન બધ...

સપ્ટેમ્બર 24, 2024 2:47 પી એમ(PM) સપ્ટેમ્બર 24, 2024 2:47 પી એમ(PM)

views 6

ભારતીય જોડી યુકી ભામ્બરી અને તેમના ફ્રેન્ચ ભાગીદાર ચેંગડુ ટેનિસમાં ઓપનની ફાઇનલમાં પહોંચ્યા..

ટેનિસમાં, ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભામ્બરી અને તેમની ફ્રેન્ચ પાર્ટનર અલ્બાનો ઓલિવેટ્ટી ચેંગડુ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યા છે. ચીનમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ભામ્બરી-ઓલિવેટ્ટીની જોડીએ ઇવાન ડોડિગ અને રાફેલ માટોસની જોડીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ભામ્બરી અને ઓલિવેટ્ટી હવે ફ્રેન્ચ જોડી સાડિયો ડુમ્બિયા અને ફેબિયન રેબાઉલ સાથે મુકાબલો કરશે.

સપ્ટેમ્બર 24, 2024 10:46 એ એમ (AM) સપ્ટેમ્બર 24, 2024 10:46 એ એમ (AM)

views 7

ટેનિસમાં ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભામ્બરી અને તેમની ફ્રેન્ચ પાર્ટનર અલ્બાનો ઓલિવેટ્ટી ચેંગડુ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યા

ટેનિસમાં, ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભામ્બરી અને તેમની ફ્રેન્ચ પાર્ટનર અલ્બાનો ઓલિવેટ્ટી ચેંગડુ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યા છે. ચીનમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ભામ્બરી-ઓલિવેટ્ટીની જોડીએ ઇવાન ડોડિગ અને રાફેલ માટોસની જોડીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ભામ્બરી અને ઓલિવેટ્ટી હવે ફ્રેન્ચ જોડી સાડિયો ડુમ્બિયા અને ફેબિયન રેબાઉલ સાથે મુકાબલો કરશે.

ઓગસ્ટ 27, 2024 2:33 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 2:33 પી એમ(PM)

views 7

પુરુષ સિંગલ્સ કેટેગરીમા ભારતના સર્વોચ્ચ ક્રમાંકિત ટેનિસ ખેલાડી સુમિત નાગલ નેધરલેન્ડના ટેલોન ગ્રીકસ્પૂર સામે હારતાં યુએસ ઓપનમાંથી બહાર

પુરુષ સિંગલ્સ કેટેગરીમા ભારતના સર્વોચ્ચ ક્રમાંકિત ટેનિસ ખેલાડી સુમિત નાગલ નેધરલેન્ડના ટેલોન ગ્રીકસ્પૂર સામે હારતાં યુએસ ઓપનમાંથી બહાર થઈ ગયા છે. નાગલની અત્યાર સુધીની સિઝન ઘણી ખરાબ રહી છે. તેઓ ઓસ્ટ્રેલિયન ઓપનમાં બીજા રાઉન્ડથી આગળ વધવામાં નિષ્ફળ ગયા હતા અને ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયા હતા. નાગલ પેરિસ ઓલિમ્પિકમાં પણ પ્રથમ રાઉન્ડમાં જ હારી ગયા હતા. દરમિયાન, યુએસ ઓપનમાં ભારતની આશા હજુ પણ જીવંત છે.કારણ કે, રોહન બોપન્ના, યુકી ભામ્બરી અને એન શ્રીરામ બાલાજી તેમન...

જુલાઇ 19, 2024 8:20 પી એમ(PM) જુલાઇ 19, 2024 8:20 પી એમ(PM)

views 5

સ્વીડિશ ઓપન ટેનિસ પુરુષોની સિંગલ્સમાં દુજે એજ્દુકોવિક સેમિ ફાઇનલમાં પહોંચી ગયા

સ્વીડિશ ઓપન ટેનિસ પુરુષોની સિંગલ્સમાં દુજે એજ્દુકોવિક સેમિ ફાઇનલમાં પહોંચીગયા  છે. હાલમાં સ્પેનના રાફેલ નડાલનો મુકાબલો આર્જેન્ટિનાના મારિયાનો નેવોન સામેછે.