ફેબ્રુવારી 18, 2025 9:41 એ એમ (AM) ફેબ્રુવારી 18, 2025 9:41 એ એમ (AM)

views 11

આજથી રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આજથી 9 માર્ચ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 14 માર્ચથી વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે, એમ સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. વર્ષ 2024-25ની સિઝનમાં ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 650 રૂપિયા અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 950 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM) નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી આજે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતભરમાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરુઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો આરંભ કરાવશે. રાજ્યમાં અંદાજે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તે તમામ ખેડૂતો પાસેથી એક હજાર ૩૫૬ રૂપિયા અને ૬૦ પૈસા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM) નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 5

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...