નવેમ્બર 9, 2024 10:42 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:42 એ એમ (AM)

views 9

પ્રથમ T20 માં ભારતે આફ્રિકાને 61 રને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે ગઈકાલે રાત્રે રમાયેલ પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આક્રિકાને 61 રનથી હરાવી ચાર મેચની શ્રેણીમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરતાં ભારતે 20 ઓવરમાં 202 બનાવ્યા હતા. જેમાં સંજુ સેમસને 10 સિક્સની મદદથી 50 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં 203ના લક્ષ્યનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ 17.5 ઓવરમાં 141 રન પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ...

જુલાઇ 29, 2024 2:52 પી એમ(PM) જુલાઇ 29, 2024 2:52 પી એમ(PM)

views 12

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું છે. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે 60 રન સ્મૃતિ મંધાનાએ બનાવ્યાં હતાં. જ્યારે રિચા ઘોષ 30 અને રોડ્રીગ્યૂસ 29 રન બનાવી આઉટ થઈ ગયાં હતાં. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમે 18.4 ઑવરમાં 2 વિકેટે 167 રન બનાવી ફાઈનલમાં જીત મેળવી છે. શ્રીલંકા તરફથી સૌથી વધારે હર્ષિથા સમરવિક્રમાએ અણનમ 69 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન ચમારી અથપઠ્ઠુએ 61 અને કવિષા દિલહારીએ અણનમ 30 રન...