જાન્યુઆરી 9, 2025 7:59 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:59 પી એમ(PM)

views 6

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં 16મી જાન્યુઆરીના રોજ સવારે અગિયાર વાગે ડાક અદાલત યોજાશે

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં 16મી જાન્યુઆરીના રોજ સવારે અગિયાર વાગે ડાક અદાલત યોજાશે. ખાનપુર સ્થિત ગુજરાત સર્કલની ઓફિસ ખાતે યોજાનારી આ ડાક અદાલતમાં ટપાસ સેવાને લગતી નીતિવિષયક બાબતો સિવાયના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવશે. ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટસ સર્વિસીઝ કેમ્પલેઇન સેક્શન મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી ખાનપુર અમદાવાદ ખાતે 10મી જાન્યુઆરી સુધી મોકલવાની રહેશે.

જુલાઇ 19, 2024 8:17 પી એમ(PM) જુલાઇ 19, 2024 8:17 પી એમ(PM)

views 5

સર્વોચ્ચઅદાલત આજે બંધારણના અનુચ્છેદ 361ની રૂપરેખાનેતપાસવા સંમત થઈ

સર્વોચ્ચઅદાલત આજે બંધારણના અનુચ્છેદ361ની રૂપરેખાને તપાસવા સંમત થઈ છે, જે કોઈપણપ્રકારની ફોજદારી કાર્યવાહીથી રાજ્યપાલોને પ્રતિરક્ષા પ્રદાન કરે છે. સર્વોચ્ચઅદાલતે  આ આદેશ પશ્ચિમ બંગાળ રાજભવનની પૂર્વ મહિલાકર્મચારીની અરજી પર આપ્યો છે. આ અરજી રાજ્યપાલ સીવી આનંદ દ્વારા કથિત છેડતી અનેત્યાંના અધિકારીઓ દ્વારા મહિલા કર્મચારીને ખોટી રીતે કેદ કરવા સંબંધિત છે. મુખ્યન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ  જે બીપારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે મહિલાની અરજી પર પશ્ચિમ બંગાળ સરકારને નોટિસજારી કરી હતી