ઓગસ્ટ 5, 2024 2:30 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 2:30 પી એમ(PM)
21
મહારાષ્ટ્રના પુણે શહેરમાં વધુ સાત દર્દીઓમાં ઝીકા વાઇરસની પુષ્ટિ થઈ
મહારાષ્ટ્રના પુણે શહેરમાં વધુ સાત દર્દીઓમાં ઝીકા વાઇરસની પુષ્ટિ થઈ છે. આ સાત દર્દીઓમાં કટરાજ અ કોંઢવા વિસ્તારનીપાંચ ગર્ભવતી મહિલાઓ, એક 18 વર્ષીય યુવક અને એક 40 વર્ષિય વ્યક્તિ સામેલ છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 72 લોકો ઝીકા વાઇરસથી સંક્રમિત થયા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે.