નવેમ્બર 23, 2024 1:57 પી એમ(PM) નવેમ્બર 23, 2024 1:57 પી એમ(PM)

views 5

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂરજોશમાં – મહારાષ્ટ્રમાં ભાજપ, તો ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા આગળ

ઝારખંડમાં વિધાનસભાની તમામ 81 બેઠક માટે આજે મતગણતરી ચાલી રહી છે.હાલમાં મળતા વલણ અનુસાર, ઇન્ડી ગઠબંધનમાં ઝારખંડ મુક્તિ મોરચા 31, કૉંગ્રેસ 14, આર.જે.ડી. 4 અને સી.પી.આઈ.એમ - માલે લેનિન 2 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. એન.ડી.એ.માં ભાજપ 26, આજસુ, L.J.P. રામવિલાસ અને જનતા દળ યુનાઈટેડ એક-એક બેઠક પર આગળ ચાલી રહ્યા છે અને અન્યમાં જે.કે.એલ.કે.એમ. તેમજ અપક્ષ એક બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

નવેમ્બર 15, 2024 7:42 પી એમ(PM) નવેમ્બર 15, 2024 7:42 પી એમ(PM)

views 7

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્વે ટોચનાં રાજકીય પક્ષોએ આજે પ્રચાર વેગીલો બનાવ્યો છે

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્વે ટોચનાં રાજકીય પક્ષોએ આજે પ્રચાર વેગીલો બનાવ્યો છે. ગોડા જિલ્લામાં જાહેર સભાને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જાતિ આધારિત વસતિ ગણતરી થયા બાદ દેશનું રાજકીય પરિદ્રશ્ય બદલાઈ જશે. શ્રી ગાંધીએ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાતવર્ગો માટે અનામત વધારવાનું વચન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જાતિ આધારિત ગણતરી બાદ દલિતો, આદિવાસીઓ પછાત વર્ગો અને ગરીબોને તેમની સાચી તાકાત જાણવા મળશે, જ...

નવેમ્બર 15, 2024 7:26 પી એમ(PM) નવેમ્બર 15, 2024 7:26 પી એમ(PM)

views 5

ઝારખંડના દેવઘર વિમાનમથક ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિમાન ટેકનિકલ ખામીને કારણે ખોટવાઈ ગયું હતું

ઝારખંડના દેવઘર વિમાનમથક ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિમાન ટેકનિકલ ખામીને કારણે ખોટવાઈ ગયું હતું. તેઓ બિહારના જમુઇથી દેવઘર એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે વિમાન ટેક ઓફ શરૂ થઈ શક્યું નહતું, જેને કારણે દિલ્હી પરત ફરવામાં વિલંબ થયો હતો. પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને કારણે દેવઘરને નો-ફ્લાયઝોન જાહેર કરવામાં આવ્યો હતો, જેને કારણે અન્ય નેતાઓનાં પ્રવાસ પર પણ અસર પડી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને જેએમએમ નેતા કલ્પના સોરેનનાં હેલિકોપ્ટરને પણ ટેકઓફની મંજૂરી ન મળતાં ઝારખંડમાં ચૂંટણી પ્રચારમાં વિલંબ ...

ઓગસ્ટ 22, 2024 2:08 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 2:08 પી એમ(PM)

views 5

ઝારખંડ પોલીસના આંતકવાદ નિરોધી દળ– ATSએ સાત આતંકવાદીની ધરપકડ કરી છે

ઝારખંડ પોલીસના આંતકવાદ નિરોધી દળ– ATSએ સાત આતંકવાદીની ધરપકડ કરી છે. ATSએ આતંકવાદીઓ પાસેથી એકે—47 સહિત અનેક હથિયાર કબજે કર્યા હોવાના અહેવાલ છે. ATSએ હજારીબાગ, લોહરદગા સહિત અન્ય જિલ્લામાં એક ડઝનથી પણ વધુ સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરમિયાન ATSએ આતંકી સંગઠન અલકાયદા ઇન્ડિયન સબ કૉન્ટિનન્ટ – AQIS સાથે સંકળાયેલા સાત લોકોની ધરપકડ કરી હતી.

જુલાઇ 30, 2024 11:33 એ એમ (AM) જુલાઇ 30, 2024 11:33 એ એમ (AM)

views 8

ઝારખંડના ચક્રધરપુરમાં વહેલી સવારે ટ્રેન પાટા પરથી ઉતરી જતાં બેના મોત

ઝારખંડમાં આજે સવારે હાવડા—મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી જવાના કારણે અનેક પ્રવાસી ઈજાગ્રસ્ત થયા હતા.ચક્રધરપુર રેલવે મંડળ હેઠળ પોટોબેડા ગામની પાસે બડાબામ્બો અને ખરસાવા રેલવે સ્ટેશનની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેન હાવડાથી છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈ રહી હતી. ચક્રધરપુર મંડળના વરિષ્ઠ DCM આદિત્યકુમાર ચૌધરીએ કહ્યું કે, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે ઘટનાસ્થળે રાહત ટુકડીએ રાહત અને બચાવ કામગીરી શરૂ કર્યું છે.