ફેબ્રુવારી 25, 2025 8:42 એ એમ (AM) ફેબ્રુવારી 25, 2025 8:42 એ એમ (AM)

views 54

મહાશિવરાત્રિ નિમિત્તે રાજકોટ જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે

જૂનાગઢનાં “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે વિશેષ ભાડા સાથે રાજકોટ-જૂનાગઢ વચ્ચે તારીખ 25, 26 અને 28 ફેબ્રુઆરીનાં રોજ સ્પેશિયલ ટ્રેન દોડાવશે.  રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10.55 કલાકે ઉપડી બપોરે એક કલાકે જૂનાગઢ પહોંચશે. વળતામાં આ ટ્રેન જૂનાગઢથી બપોરે 1-40 વાગ્યે ઉપડશે અને સાંજે પાંચ વાગીને પાંચ મિનિટે રાજકોટ પહોંચશે.   આ બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ છે. આ બંને ટ્રેનો ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે.

જાન્યુઆરી 5, 2025 8:15 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:15 એ એમ (AM)

views 10

જૂનાગઢમાં આજે 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ.

જૂનાગઢમાં આજે 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કુલ 1 હજાર 207 સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાયા છે. આજે સવારે 7 વાગેની આસપાસ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાયો. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ સ્પર્ધામાં પ્રથમ 10 વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે.

નવેમ્બર 12, 2024 9:54 એ એમ (AM) નવેમ્બર 12, 2024 9:54 એ એમ (AM)

views 9

જૂનાગઢના ગિરનાર પર્વતની લીલી પરિક્રમા યાત્રાળુઓના ઘસારાને લીધે આ વરસે એક દિવસ વહેલી શરૂ કરી દેવામાં આવી

જૂનાગઢના ગિરનાર પર્વતની લીલી પરિક્રમા યાત્રાળુઓના ઘસારાને લીધે આ વરસે એક દિવસ વહેલી શરૂ કરી દેવામાં આવી છે. વિધિવત રીતે આજથી કારતક સુદ એકાદશીથી લીલી પરિક્રમા શરૂ થાય છે. જૂનાગઢમાં પરિક્રમા માટે બે દિવસ અગાઉથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવી પહોંચતા, તંત્ર દ્વારા વિધિવત પરિક્રમા શરૂ થાય તેના એક દિવસ પહેલા જ પરિક્રમાનો ગેટ માટે ખોલવામાં આવ્યો છે. ગઇકાલે વહેલી સવારથી હજારોની સંખ્યામાં પરિક્રમાર્થીઓએ પરિક્રમા શરૂ કરી દીધી હતી.. જુનાગઢના અમારાં પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે, ગિરનાર જંગલમાં અંદાજે...