ડિસેમ્બર 14, 2024 8:47 એ એમ (AM)

views 13

જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે.

જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે. ઓમાનના મસ્કતમાં રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે છ વાગ્યાથી શરૂ થશે. ભારતે ગુરુવારે થાઈલેન્ડને 9-0થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે ભારત આવતા વર્ષે ચિલીમાં યોજાનારા FIH જુનિયર મહિલા હોકી વિશ્વ કપ માટે પણ ક્વોલિફાય થઈ. આજે બીજી સેમિફાઇનલમાં ચીનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે.