નવેમ્બર 19, 2024 9:38 એ એમ (AM)

views 6

જી-20 શિખર સંમેલનનાં ઘોષણાપત્રમાં સંવાદ અને રાજદ્વારી માધ્યમથી સમસ્યાઓનાં ઉકેલ પર ભાર મૂકાયો

બ્રાઝિલનાં રિયો ડી જાનેરોમાં યોજાયેલા જી-20 શિખર સંમેલનમાં જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં સંવાદ અને રાજદ્વારી માધ્યમથી સમસ્યાઓનાં ઉકેલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાંતિ દ્વારા જ સતત વિકાસ અને સમૃધ્ધિ હાંસલ થઈ શકે છે. જી -20 દેશોએ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષનાં ઉકેલ માટે દ્વિ રાજ્યનું સમર્થન કર્યું છે અને માનવીય સહાયતાનાં પ્રયત્ન વધારવા પર ભાર મૂક્યો છે. દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 સમિટથી અલગ બ્રિટન, ઇટલી, ફ્રાન્સ, નોર્વે, પોર્ટુગલ અને ઇન્ડોનેશિયા સહિતના ...