જાન્યુઆરી 7, 2025 9:41 એ એમ (AM) જાન્યુઆરી 7, 2025 9:41 એ એમ (AM)

views 5

રાજ્યનાં ચીજ વસ્તુ સેવા કર-જીએસટી વિભાગે પાન મસાલા અને તમાકુના ડીલરો પર કાર્યવાહી કરતાં 9 કરોડ 22 લાખ રૂપિયાની કરચોરી મળી આવી

રાજ્યનાં ચીજ વસ્તુ સેવા કર-જીએસટી વિભાગે પાન મસાલા અને તમાકુના ડીલરો પર કાર્યવાહી કરતાં 9 કરોડ 22 લાખ રૂપિયાની કરચોરી મળી આવી છે. ચોક્કસ ગુપ્તચર માહિતી અને દેખરેખને આધારે GST વિભાગે 2 જાન્યુઆરીનાં રોજ અમદાવાદમાં ચાંગોદર અને S. G. હાઇવે સહિત 10 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રોકડવ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ, બિનહિસાબી સ્ટોક અને નહીં નોંધાયેલા ડીલર જેવી ઘણી ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી. નોંધાયેલા કરદાતાઓ અને બિન નોંધાયેલ ડીલરોને ત્યાંથી લગભગ નવ કરોડ 22 લાખ રૂપિયાની કરચોરી મળી આવી હતી. ...

જાન્યુઆરી 1, 2025 6:39 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:39 પી એમ(PM)

views 2

રાજ્યને જીએસટી હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતા ૧૯% વધારો નોંધાયો

રાજ્યને જીએસટી હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતા ૧૯% વધારો નોંધાયો છે જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ સમાન સમયગાળામાં આવકમાં ૮% વધારો નોંધાયેલ છે. રાજ્યને ચાલુ નાણાકીય વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીએસટી હેઠળ ૧૮ હજાર ૪૪૮ કરોડની આવક થયેલી છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક ૧૫ હજાર ૫૨૦ કરોડ કરતા બે હજાર ૯૨૫ કરોડ વધુ થયેલી છે. આજ સમયગાળામાં રાજ્યને વેટ હેઠળ આઠ હજાર ૧૯૭ કરોડ, ઇલેકટ્રીસીટી ડ્યુટી હેઠળ બે હજાર ૯૧૨ કરોડ તેમજ પ્રોફેશનલ ટેક્ષ હે...

ડિસેમ્બર 15, 2024 8:07 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:07 એ એમ (AM)

views 6

રાજ્યના જીએસટી એટલે કે, વસ્તુ અને સેવા કર વિભાગે અંદાજે 6 કરોડ 70 લાખ રૂપિયાથી વધુની કરચોરી પકડી પાડી છે.

રાજ્યના જીએસટી એટલે કે, વસ્તુ અને સેવા કર વિભાગે અંદાજે 6 કરોડ 70 લાખ રૂપિયાથી વધુની કરચોરી પકડી પાડી છે.સત્તાવાર યાદી મુજબ, જીએસટી વિભાગે 11 ડિસેમ્બરે ગ્રાહકોને ડિઝાઈનર ડ્રેસ સૂટ અને અન્ય સાધનો સહિત લગ્નના વસ્ત્રો ભાડે આપવાના વેપાર સાથે સંકળાયેલા કુલ 43 વેપારીઓની જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. રાજ્યના નવ શહેરમાં હાથ ધરાયેલા તપાસ અભિયાન દરમિયાન અંદાજે 6 કરોડ 70 લાખ રૂપિયાની વેરાચોરી અને અંદાજે 8 કરોડ 50 લાખ રૂપિયાની જવાબદારી શોધી કાઢવામાં આવી હતી. તેમજ બિન-હિસાબી વેચાણ અને વેરાની ઓછી જવાબદારી દર્શા...

સપ્ટેમ્બર 9, 2024 3:57 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 3:57 પી એમ(PM)

views 4

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 54મી બેઠક નવી દિલ્હીમાં શરૂ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર - જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની છેલ્લી બેઠક આ વર્ષે જૂનમાં મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર 12 ટકા જીએસટીના એકસમાન દરની ભલામણ કરી હતી. કાઉન્સિલે એવી પણ ભલામણ કરી હતી કે ભારતીય રેલ્વેની સેવાઓ માટે સામાન્ય લોકો પર GST ન લગાવવો જોઈએ. આ સેવાઓમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ, રિટાયરિંગ રૂમ અને વેઇટિંગ રૂમની સુવિધાઓ અને બેટરી...

ઓગસ્ટ 6, 2024 7:55 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 7:55 પી એમ(PM)

views 10

લોકસભામાં ફાઇનાન્સ બિલની ચર્ચા દરમિયાન વિપક્ષોએ જીવન અને તબીબી વિમા પરનો જીએસટી દૂર કરવાની માંગણી કરી

ટીએમસી સાંસદ મોહઆ મોઇત્રાએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે કોઈ જોગવાઈ નથી. તેમણે કહ્યું કે ભારતમાં મધ્યમ વર્ગનો હિસ્સો 31 ટકા છે અને ગરીબો ભારતમાં 60 થી 65 ટકા છે. એનસીપી (શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા શૂલેએ જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર GST પાછી ખેંચવાની માંગ કરી હતી.

ઓગસ્ટ 6, 2024 7:51 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 7:51 પી એમ(PM)

views 13

ફાઇનાન્સ બિલ, 2024ને વિચારણા અને પસાર કરવા માટે લોકસભામાં રજૂ કરાયું

ફાઇનાન્સ બિલ, 2024ને વિચારણા અને પસાર કરવા માટે લોકસભામાં રજૂ કરાયું હતું.આ બીલ ઉપરની ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના ડૉ.અમર સિંહે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય બજેટમાં માત્ર વધઉ આવક ધરાવતા લોકોને જ રાહત આપવામાં આવી છે અને મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોની કાળજી લેવામાં આવી નથી. તેમણે કહ્યું કે, દેશનો કૃષિ વિકાસ ઘટી રહ્યો છે. ડૉ. સિંહે ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.. કોંગ્રેસના અન્ય સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે દેશમાં FDI સતત ઘટી રહ્યું છે. તેમણે પેટ્રોલ અને ડીઝલના એ...