ઓગસ્ટ 20, 2024 2:29 પી એમ(PM)
11
કેન્દ્રીય ચૂંટણી પંચે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું
કેન્દ્રીય ચૂંટણી પંચે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. આ તબક્કામાં પુલવામા, અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવર અને ડોડા સહિતના 24 જેટલા જિલ્લાઓમાં 18 સપ્ટેમ્બરના રોજ મતદાન થશે. જાહેરનામા પ્રમાણે આ બેઠકો માટે 27 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી બીજા દિવસે એટલે કે 28 ઑગસ્ટના રોજ થશે. ચૂંટણી પંચે ઉમેદવારી પત્ર પરત લેવાની તારીખ 30 ઑગસ્ટ નક્કી કરી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેની અંતિમ મતદાર ય...