જાન્યુઆરી 31, 2025 8:14 એ એમ (AM)

views 13

જામનગરના મ્યુનિસિપલ કમિશ્નરે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું એક હજાર 493 કરોડ રૂપિયાનું અને 325 કરોડ 94 લાખ રૂપિયાની પૂરાંત સાથેનું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું.

જામનગરના મ્યુનિસિપલ કમિશ્નરે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું એક હજાર 493 કરોડ રૂપિયાનું અને 325 કરોડ 94 લાખ રૂપિયાની પૂરાંત સાથેનું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. કમીશ્નર દ્વારા 11 કરોડ રૂપિયાના નવા કર સૂચવવામાં આવ્યા છે અને અનેક નવા વિકાસલક્ષી કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સપ્ટેમ્બર 9, 2024 4:04 પી એમ(PM)

views 15

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દૂધ ઉત્પાદન ઝૂંબેશ અંતર્ગત શહેરની 31 પેઢીમાં દરોડા પાડ્યા

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દૂધ ઉત્પાદન ઝૂંબેશ અંતર્ગત શહેરની 31 પેઢીમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન શાખાએ વિવિધ ખાદ્યપદાર્થના નમૂના લઈ તેને પરીક્ષણ માટે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલ્યા છે. ઉપરાંત ફૂડ શાખાએ અન્ય વિસ્તારમાં આવેલા બરફના કારખાનામાં પાણીમાં ક્લૉરિનેશન અંગેની તપાસ કરી જરૂરી સૂચના આપી હતી.

સપ્ટેમ્બર 1, 2024 3:55 પી એમ(PM)

views 13

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો કે જે આજથી પુન: શરૂ

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો કે જે આજથી પુન: શરૂ થઈ ગયો છે, અને મશીન મનોરંજનની રાઈડ ચાલુ કરવા માટેની જામનગર મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી લોકોને મેળાનું મનોરંજન મળતું થયું છે. જો કે, ખાણી પીણીના સ્ટોલ, આઈસ્ક્રીમ બુથ અને રમકડા સ્ટોલ વગેરેના સંચાલકોએ મેળા રદ કરીને પોતાની ડિપોઝિટ પરત માગી છે. સાથોસાથ આ લોકમેળાની સમયમર્યાદા વધારવાની પણ તંત્ર દ્વારા વિચારણા થઇ રહી છે. જોકે પૂરને કારણે રંગમતી નદીના મેળાનું આયોજન સંપૂ...