માર્ચ 21, 2025 6:32 પી એમ(PM) માર્ચ 21, 2025 6:32 પી એમ(PM)

views 5

જામનગર જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું

જામનગર જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચુઅલ્લ માધ્યમથી પી.એમ.કિસાનનિધિ યોજનાના 19 માંહપ્તા સ્વરૂપે ડી.બી ટી. માધ્યમથી સહાય રકમનું વિતરણ કરાયું હતું. જ્યારે ગાંધીનગર ખાતેથી કાર્યક્રમમાં જોડાયેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કૃષિ પ્રગતિ 'કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઇ-લોકાર્પણ તથા તુવેર ખરીદીનો શુભારંભ કરાવાયો હતો.આ પ્રસંગે જામનગર જિલ્લાના 99,703 ખેડૂતોને 22....

ફેબ્રુવારી 18, 2025 6:16 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 6:16 પી એમ(PM)

views 4

જામનગરની આર.ટી.ઓ. કચેરી દ્વારા ટેક્ષ ભરપાઈ ન કરેલ વાહનમાલિકો પાસેથી દંડ સાથે વેરા વસૂલાત અભિયાન શરૂ કરાયું

જામનગરની આર.ટી.ઓ. કચેરી દ્વારા ટેક્ષ ભરપાઈ ન કરેલ વાહનમાલિકો પાસેથી દંડ સાથે વેરા વસૂલાત અભિયાન શરૂ કરાયું હતું..આ કાર્યવાહીમાં 28 લાખ 33 હજારથી વધુની વસુલાત કરાઈ હતી આર.ટી.ઓ. કચેરી દ્વારા આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર્સની બે અલગ અલગ ટીમ બનાવી વિવિધ સ્થળોએ ટેક્ષ ભરપાઈ કરેલ ન હોય તેવા વાહનોના ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 45 જેટલા વાહનો પાસેથી સ્થળ પર જ પેનલ્ટી સાથે ટેક્ષ રીકવરી અથવા વાહન ડિટેઇન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગની આરટીઓ કચેરી દ્વારા વાહન વેરો ન ભરપાઇ...

ફેબ્રુવારી 13, 2025 7:58 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:58 પી એમ(PM)

views 2

‘જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025’ નો કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમ માડમે આરંભ કરાવ્યો

‘જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025’ નો કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમ માડમે આરંભ કરાવ્યો હતો..એક્સપોમાં 22 દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા છે. બ્રાસ સીટીના નામે પ્રખ્યાત એવા જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય તેમજ દેશ-વિદેશના ઉદ્યોગકારો સાથે સ્થાનિક ઉદ્યોગકારો પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરી શકે તે હેતુથી યોજાયેલો આ એક્સપો ઉદ્યોગકારોને ઉપયોગી નીવડશે તેમ શ્રી પટેલે જણાવ્યું હતું.. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થ...

ફેબ્રુવારી 13, 2025 3:33 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 3:33 પી એમ(PM)

views 8

જામનગરમાં નેશનલ કેડેટ કોર્પસ-NCC ગ્રુપ મુખ્ય કાર્યાલય દ્વારા “સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન નૌકાયન” નું આયોજન કરાયું

જામનગરમાં નેશનલ કેડેટ કોર્પસ-NCC ગ્રુપ મુખ્ય કાર્યાલય દ્વારા "સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન નૌકાયન" નું આયોજન કરાયું છે. પોરબંદર જેટીથી નૌકા અભિયાનને શરૂ કરાયું છે. 20 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ અભિયાનમાં રાજ્યના તમામ નૌકા એકમના 75 કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. તેઓ નૌકા દ્વારા કુલ 220 કિમીનું દરિયાઈ અંતર કાપશે.

ફેબ્રુવારી 7, 2025 3:01 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 3:01 પી એમ(PM)

views 5

જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા -ઇટ્રાનાં નવા નિદેશક તરીકે ડૉક્ટર તનુજા નેસરીની નિયુક્તિ થઈ

જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા -ઇટ્રાનાં નવા નિદેશક તરીકે ડૉક્ટર તનુજા નેસરીની નિયુક્તિ થઈ છે. તેઓ હાલ આયૂષ મંત્રાલયના હેલ્થ સેક્ટર સબ-સ્કિલ કાઉન્સિલનાં અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત થયાં છે. તેઓ દેશની અનેક વિશ્વવિદ્યાલયો અને સંસ્થા શૈક્ષણિક બોર્ડનાં સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. તેમણે વર્ષ 2005નો આયુર્વેદનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર પણ મળ્યો છે

જાન્યુઆરી 31, 2025 8:14 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 8:14 એ એમ (AM)

views 6

જામનગરના મ્યુનિસિપલ કમિશ્નરે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું એક હજાર 493 કરોડ રૂપિયાનું અને 325 કરોડ 94 લાખ રૂપિયાની પૂરાંત સાથેનું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું.

જામનગરના મ્યુનિસિપલ કમિશ્નરે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું એક હજાર 493 કરોડ રૂપિયાનું અને 325 કરોડ 94 લાખ રૂપિયાની પૂરાંત સાથેનું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. કમીશ્નર દ્વારા 11 કરોડ રૂપિયાના નવા કર સૂચવવામાં આવ્યા છે અને અનેક નવા વિકાસલક્ષી કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓક્ટોબર 26, 2024 10:05 એ એમ (AM) ઓક્ટોબર 26, 2024 10:05 એ એમ (AM)

views 5

જામનગર જિલ્લામાં યોજાયેલા રાજ્યકક્ષાના સરસ મેળામાં 100થી વધુ કારીગર બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે.

જામનગર જિલ્લામાં યોજાયેલા રાજ્યકક્ષાના સરસ મેળામાં 100થી વધુ કારીગર બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે. આ સોમવાર સુધી યોજાનારા મેળામાં રાજ્યના સખી મંડળની બહેનો દ્વારા હેન્ડલુમ, હેન્ડીક્રાફટ, ગૃહ સુશોભન, વણાટ કામની વસ્તુઓ, પ્રાકૃતિક સરબત જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં ખરીદી કરવા આવેલાં જામનગરનાં જેસલ રબારીએ પ્રતિક્રિયા આપી હતી.

સપ્ટેમ્બર 19, 2024 8:13 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 8:13 પી એમ(PM)

views 7

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા સંચાલિત ટ્રસ્ટ દ્વારા બહેનોને રોજગારી મળી રહે તેવા હેતુસર પ્રદર્શનની સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા સંચાલિત ટ્રસ્ટ દ્વારા બહેનોને રોજગારી મળી રહે તેવા હેતુસર પ્રદર્શનની સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે, આજથી બે દિવસ માટે શરૂ થયેલા આ મેળામાં 70 થી પણ વધુ સ્ટોલમાં ઉભા કરાયા છે.. આગામી નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં લોક ઉપયોગી વસ્તુઓ ખરીદીને મહિલાઓને પ્રોત્સાહન મળી રહે અને આર્થિક રીતે પગભર કરવા માટે આ મેળો યોજાયો હોવાનું જામનગરના ધારાસભ્ય રિવાબાએ કહ્યું હતું..

સપ્ટેમ્બર 19, 2024 3:27 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 3:27 પી એમ(PM)

views 4

જામનગર શહેરમાં એક માસના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી

જામનગર શહેરમાં એક માસના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.. શહેરના અલગ અલગ વિસ્તારમાં ૩૪ વિજ ચેકીંગ ટુકડીઓએ તપાસ કરી હતી..શહેરમાં 341 મીટરની તપાસ દરમિયાન ૫૩ વીજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને ૨૩.૯૫ લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સવારે જામનગર શહેરના ધરાર નગર, બેડેશ્વર, નીલકમલ સોસાયટી, હનુમાન ટેકરી, વામ્બે આવાસ, ગાંધીનગર અને વાલસુરા રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં ...

સપ્ટેમ્બર 2, 2024 3:31 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:31 પી એમ(PM)

views 6

જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું

તાજેતરમાં ભારે વરસાદને કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરિત અસર પડી છે. જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું છે. પશુપાલન શાખાના કર્મચારીઓ દ્વારા કૃમિનાશક દવાનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતના પશુ ડૉક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, પશુ સારવાર તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.