ડિસેમ્બર 25, 2024 8:01 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 8:01 પી એમ(PM)

views 3

ઝડપી બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં 904 પોઇન્ટ મેળવીને રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી

ભારતના અગ્રણી ઝડપી બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં 904 પોઇન્ટ મેળવીને મોટી સિધ્ધિ મેળવી છે. આ સાથે બુમરાહે સ્પિનર રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી છે. આઇસીસીનાં જણાવ્યા પ્રમાણે બુમરાહ પાસે આવતી કાલથી શરૂ થઇ રહેલી મેલબોર્ન ટેસ્ટમાં આ વિક્રમને વટાવવાની તક છે. ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેન ટેસ્ટમાં 94 રનમાં નવ વિકેટ લઈને બુમરાહે ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં તેની સ્થિતિ મજબૂત કરી હતી. આ દેખાવને કારણે તેને 14 રેટિંગ પોઇન્ટ મળ્યા હતા.

નવેમ્બર 27, 2024 7:58 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:58 પી એમ(PM)

views 6

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચનો ક્રમ મેળવ્યો

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં 295 રનનાં વિજયને પગલે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચનો ક્રમ મેળવ્યો છે. આ ઉપરાંત ઓપનર યશસ્વી જયસ્વાલે બેટ્સમેનની યાદીમાં બીજો ક્રમ મેળવ્યો છે. પર્થમાં રમાયેલી મેચમાં બુમરાહે કુલ આઠ વિકેટ મેળવતાં દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડા અને ઓસ્ટ્રેલિયાના સીમર જોશ હેઝલવુડને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. બુમરાહ 883 રેટિંગ પોઇન્ટ સાથે કારકિર્દીમાં શ્રેષ્ઠ સ્થાને પહોંચ્યા છે. કોઈ ભારતીય ફાસ્ટ બોલરે આઇસીસી રેન્કિ...