ફેબ્રુવારી 23, 2025 2:50 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:50 પી એમ(PM)

views 3

જર્મનીમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.

જર્મનીમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ વખતે ચૂંટણીમાં અર્થતંત્ર અને સ્થળાંતરના મુદ્દા મુખ્ય છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં ચાન્સેલર ઓલોફ સ્કોલ્ઝની ગઠબંધન સરકાર પડી ભાંગી હતી. આ વખતની ચૂંટણીમાં ઓલફ સ્કોલ્ઝે ડી.એફ.પાર્ટી સાથે ગઠબંધનની સંભાવનાને નકારી કાઢી છે.

નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM) નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM)

views 3

બર્લિન એક્સપોમાં પાટણના પટોળાંને સ્થાન મળ્યું

“પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પાટણની પ્રભુતા સમાન પાટણના પટોળાને જર્મનીમાં 6 થી 9 નવેમ્બર દરમિયાન યોજાયેલા બર્લિન એક્સપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભૌગોલિક સૂચકાંક એટલે કે જીયોગ્રાફી ઇન્ડિકેશન રજીસ્ટર, ચેન્નાઈ દ્વારા દેશમાંથી સાત કલાકારોને જર્મની લઈ જવામાં આવ્યા છે. જેમાં પાટણના પટોળા માટે પાટણના માધવી હેન્ડીક્રાફ્ટના શ્યામ સુનિલભાઈ સોનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, આ એક્સપોમાં પટોળામાંથી બનાવેલ શર્ટ, ટાઈ, ક્લચ, દુપટ્ટા, બીચ પરના રૂમ...