સપ્ટેમ્બર 25, 2024 1:56 પી એમ(PM) સપ્ટેમ્બર 25, 2024 1:56 પી એમ(PM)

views 18

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન થયું છે.અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મત આપવા લાઇનમાં ઊભા રહી ગયા હતા.26 બેઠકો પર મતદાન માટે ત્રણ હજાર 502 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.જેમાંથી એક હજાર 56 શહેરી અને બે હજાર 446 ગ્રામ્ય વિસ્તારોમાં છે.વધુમાં વધુ લોકો મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિસ્તૃત સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે.આશરે 25 લાખ 78 હજાર મતદારો 239 મતદારોનું ભાવિ નક્કી કરશે, જેમાં નેશનલ કોન્ફરન્સના નેતા ...

સપ્ટેમ્બર 18, 2024 9:14 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 9:14 એ એમ (AM)

views 130

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. સાત જિલ્લાઓની 24 બેઠકો પર સવારે સાત વાગે મતદાનની શરૂઆત થઈ હતી. 23 લાખથી વધુ મતદારો, 90 અપક્ષ સહિત 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. બીજા તબક્કાનું મતદાન આ મહિનાની 25મી તારીખે થશે અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

સપ્ટેમ્બર 17, 2024 2:50 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2024 2:50 પી એમ(PM)

views 19

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ છે. આવતીકાલે આ તબક્કામાં 7 જિલ્લાઓની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ જિલ્લાઓમાં અનંતનાગ, પુલવામા, શોપિયાં, કુલગામ, ડોડા, રામબન અને કિશ્તવાડ સામેલ છે. પ્રથમ તબક્કાના 16 મતવિસ્તાર કાશ્મીરમાં છે, જ્યારે આઠ જમ્મુમાં છે. પ્રથમ તબક્કામાં 5.66 લાખ યુવાનો સહિત 23.27 લાખથી વધુ મતદારો 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ચૂંટણી પંચે 24 વિધાનસભા મતવિસ્તારોમાં 3 હજાર 276 મતદાન મથકો સ્થાપિત કર્યા છે, જેથી કરીને સરળ અને પારદર્શક મત...

સપ્ટેમ્બર 16, 2024 2:50 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 2:50 પી એમ(PM)

views 38

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર આજે થંભી જશે

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર આજે થંભી જશે. આ તબક્કામાં સાત જિલ્લાના ડોડા, કિશ્તવાડ, રામબન, અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયાં જેવા 24 વિધાનસભા મતવિસ્તારમાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા અને ત્રીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે અને પહેલી ઑક્ટોબરે મતદાન થશે. આ ચૂંટણીની મતગણતરી આઠ ઑક્ટોબરે થશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 90 બેઠક છે, જેમાંથી 74 સામાન્ય બેઠક, સાત અનુસૂચિત જાતિ અને નવ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

સપ્ટેમ્બર 5, 2024 8:27 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 8:27 પી એમ(PM)

views 9

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે. આ તબક્કામાં 1 ઓક્ટોબરે ચાલીસ બેઠકો માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે 17મી તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. દરમિયાન વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ તબક્કામાં 25મી સપ્ટેમ્બરે 26 બેઠકો માટે મતદાન થશે. દરમિયાન, એક અહેવાલ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશ્મીરમાં ત...

સપ્ટેમ્બર 5, 2024 2:44 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 2:44 પી એમ(PM)

views 12

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરમાં આગામી પહેલી ઓક્ટોબરે ચાલીસ બેઠક માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે 17 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. દરમિયાન વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ તબક્કામાં 25 સપ્ટેમ્બરે 26 વિધાનસભા બેઠક માટે મ...

સપ્ટેમ્બર 2, 2024 7:54 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 7:54 પી એમ(PM)

views 7

જમ્મુ કાશ્મીરમાં આજે પંચી હેલિપેડ પાસે માતા વૈષ્ણોદેવી મંદિર જતા માર્ગમાં ભુસ્ખલનમાં બે મહિલા યાત્રીનાં મૃત્યુ થયા હતાં

જમ્મુ કાશ્મીરમાં આજે પંચી હેલિપેડ પાસે માતા વૈષ્ણોદેવી મંદિર જતા માર્ગમાં ભુસ્ખલનમાં બે મહિલા યાત્રીનાં મૃત્યુ થયા અને એક કિશોરીને ગંભીર ઇજા થઈ હતી. મોટો પથ્થર માર્ગ પર પડતાં એક યાત્રીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને બે ને ગંભીર ઇજા થઈ હતી, જેમાંથી એકનું બાદમાં મૃત્યુ થયું હતું. ભુસ્ખલન અને પથ્થરો ગબડવાથી મંદિરનાં માર્ગમાં અવરોધ આવ્યો છે.શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડની આપત્તિ વ્યવસ્થાપન ટૂકડી ઘટના સ્થળે પહોંચીગઈ છે.

ઓગસ્ટ 5, 2024 8:08 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 8:08 પી એમ(PM)

views 7

સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે અને આવનારા સમયમાં તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે 5મી ઓગસ્ટે સંસદેકલમ 370 અને 35(A) નાબૂદ કરવાનો નિર્ણયલીધો હતો, જે દેશના ઈતિહાસમાં એક યાદગાર ક્ષણ હતી. શ્રીમોદીએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીર અને લડાખમાં આ પ્રગતિ અને સમૃધ્ધિના નવા યુગનો પ્રારંભ હતો. બંધારણની રચના કરનાર મહાન લોકોનાં અભિગમને અનુરુપ રાજ્યમાં ભારતીય બંધારણનો શબ્દશઃ અમલ કરવામાં આવ્યો ...

જુલાઇ 25, 2024 2:27 પી એમ(PM) જુલાઇ 25, 2024 2:27 પી એમ(PM)

views 8

જમ્મુ કાશ્મીર પોલીસે કઠુઆ આતંકી હુમલામાં સંડોવાયેલા જૈશ-એ- મોહમ્મદના બે સુત્રધારોની ધરપકડ કરી છે

જમ્મુ કાશ્મીર પોલીસે કઠુઆ આતંકી હુમલામાં સંડોવાયેલા જૈશ-એ-મોહમ્મદના બે સુત્રધારોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બે આતંકવાદી સુત્રધારોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ આતંકવાદીઓને વ્યૂહાત્મક અને અન્ય સહાય પૂરી પાડવામાં સંડોવાયેલા વધુ લોકો વિશે માહિતી આપે તેવી શક્યતા છે.ગત 10 જુલાઈએ કઠુઆથી 150 કિલોમીટર દૂર બદનોટા ગામમાં આતંકવાદીઓએ લશ્કરના વાહન પર કરેલ હુમલામાં એક સ્થાનિક પોલીસકર્મી સહિત ચાર સૈનિકો અનેપાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.દરમિયાન લશ્કરને જમ્મુ વિભાગના રાજૌરી, પૂંચ, ડોડ...