ઓગસ્ટ 13, 2024 2:24 પી એમ(PM)
19
આતંકવાદીઓ સાથે સાઠંગાંઠ ધરાવતા નવ લોકોની જમ્મુ કાશ્મીર પોલીસે ધરપકડ કરી
જમ્મુ-કાશ્મીર પોલીસે જમ્મુના સાંબા-કઠુઆ સેક્ટરમાં આતંકવાદીઓના નવ સહયોગીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને ઉધમપુર, કઠુઆ અને ડોડા જિલ્લાના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવામાં મદદકરી હતી. આ સમૂહના મુખ્ય આરોપી તરીકે કઠુવા જિલ્લાના મોહમ્મદ લતીફ ઉર્ફે હાજી લતીફની ઓળખ થઈ છે. સ્થાનિક પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે આ કેસમાં કુલ 50 વ્યક્તિઓની પુછપરછ કરવામાં આવી છે. જેમાં તેઓએ આતંકવાદીઓને ખોરાક,આશ્રય અને સંદેશાવ્યવહારની મદદ પૂરી પાડી હતી જેમાંથી કેટલાંકે આતંકવાદીઓ પાસેથી પૈસા પણ સ્વીકાર્...