માર્ચ 7, 2025 5:42 પી એમ(PM) માર્ચ 7, 2025 5:42 પી એમ(PM)

views 8

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે બજેટ રજૂ કરતી વખતે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે બજેટ રજૂ કરતી વખતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા, નબળા વર્ગોના જીવનધોરણમાં સુધારો કરવા અને શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી. અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે સરકારે અંત્યોદય અન્ન યોજના હેઠળ તમામ પરિવારો માટે 200 યુનિટ મફત વીજળી મંજૂર કરી છે. અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓને દર મહિને 10 કિલો મફત રાશન મળશે.લગ્ન સહાય યોજના હેઠળ,પાત્ર લાભાર્થીઓ માટે નાણાકીય સહાય રૂ.50 હજારથી વધારીને રૂ. 75 હજાર કરવામાં આવી છે. ૧...

ફેબ્રુવારી 4, 2025 8:57 એ એમ (AM) ફેબ્રુવારી 4, 2025 8:57 એ એમ (AM)

views 11

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે દક્ષિણ કાશ્મીર અને કુલગામ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં એક પૂર્વ સૈનિકનું મોત નીપજ્યું.

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે દક્ષિણ કાશ્મીર અને કુલગામ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં એક પૂર્વ સૈનિકનું મોત નીપજ્યું છે.સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે,આતંકવાદીઓએ કુલગામના બેહીબાગ વિસ્તારમાં પૂર્વ સૈનિક અને તેમનાં પત્ની અને પુત્રી પર હુમલો કર્યો હતો.ત્યારબાદ ત્રણેયને ઈજાગ્રસ્ત હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પૂર્વ સૈનિકનું મોત નીપજ્યું હતું. હુમલામાં ઈજાગ્રસ્ત તેમનાં પત્ની અને પુત્રીની હાલત પણ સ્થિર હોવાનું જણાયુ છે. હુમલાખોરોને પકડવા સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. જ્...

જાન્યુઆરી 13, 2025 9:28 એ એમ (AM) જાન્યુઆરી 13, 2025 9:28 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુકાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ શ્રીનગરથી લેહ થઈને સોનમર્ગ માર્ગમાં તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને પણ મળશે અને આ એન્જિનિયરિંગ સિદ્ધિમાં તેમના યોગદાનને સ્વીકારશે. લગભગ 12 કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ 2 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં સોનમર્ગ મુખ્ય ટનલ, બહાર નીકળવાની ટનલ અને એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. આ ટનલને કારણે ભુસ્ખલન અને હિમશીલાથી અસરગ...

જાન્યુઆરી 1, 2025 2:33 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 2:33 પી એમ(PM)

views 4

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરામાં રોપ-વે પ્રોજેક્ટ વિરુદ્ધ આંદોલન બંધ કરાયું

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરામાં રોપ-વે પ્રોજેક્ટ વિરુદ્ધ આંદોલન બંધ કરાયું છે. અમારા જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું છે કે સરકાર અને સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે થયેલી સમજૂતી બાદ ગઈકાલે સાંજે સાતમા દિવસે આંદોલન બંધ કરાયું હતું.

ઓક્ટોબર 16, 2024 1:58 પી એમ(PM) ઓક્ટોબર 16, 2024 1:58 પી એમ(PM)

views 5

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાએ શપથ ગ્રહણ કર્યા

નેશનલ કૉન્ફરન્સના નેતા ઑમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે આજે શપથગ્રહણ કર્યા છે.શ્રીનગરના શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે યોજાયેલા સમારોહમાં ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ અબ્દુલ્લા અને તેમના મંત્રીપરિષદને શપથ લેવડાવ્યા હતા.આ સમારોહમાં સુરેન્દ્ર ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના,સકીનાઈટ્ટુ અને જાવેદ રાણાએ મંત્રી પદના શપથ લીધા હતા. આ સમારોહમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે,લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ ય...

ઓક્ટોબર 12, 2024 8:32 એ એમ (AM) ઓક્ટોબર 12, 2024 8:32 એ એમ (AM)

views 6

નેશનલ કોન્ફરન્સ-NC ના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

નેશનલ કોન્ફરન્સ-NC ના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા ગઈકાલે શ્રીનગરમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાને મળ્યા હતા અને તેમને આ સંબંધમાં એક પત્ર આપ્યો હતો. આ અવસરે શ્રી અબ્દુલ્લાએ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને અન્ય સ્વતંત્ર સભ્યો સહિતના ગઠબંધન ભાગીદારો તરફથી સમર્થનનો પત્ર ઉપરાજ્યપાલને સોંપ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં દસ વર્ષના લાંબા સમય બાદ ...

ઓક્ટોબર 2, 2024 10:13 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 10:13 એ એમ (AM)

views 9

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. 40 વિધાનસભા બેઠકો માટે ત્રીજા અને અંતિમ તબક્કામાં 69.65 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ઉધમપુર જિલ્લામાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે વિધાનસભાની આ ચૂંટણી આવનારા વર્ષો સુધી પ્રદેશની લોકશાહી ભાવનાને પ્રેરિત કરતી રહેશે. તેમણે આ ચૂંટણી પ્રક્રિયા જમ્મુ અને કાશ્મીરના લોકોને લોકતાંત્રિક પ્રક્રિયામાં તેમના નિશ્ચય અને વિશ્વાસને સ્વીકારીને સમર્પિત કરી હતી.

સપ્ટેમ્બર 27, 2024 2:24 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 2:24 પી એમ(PM)

views 5

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પ્રચારે વેગ પકડયોઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે બે જાહેર સભા સંબોધશે

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે. પહેલી ઓક્ટોબરે 40 બેઠકો માટે મતદાન યોજાશે. આકાશવાણીના જમ્મુના પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા માટે જાહેર સભાઓ, રોડ-શો યોજી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે જમ્મુમાં મૌલાના આઝાદ સ્ટેડિયમ ખાતે જાહેર સભાને સંબોધશે. જયારે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ચંબા સેક્ટરના રામગઢ અને ખોઉર વિસ્તારમાં બે જાહેર સભા સંબોધશે. પક્ષનાં નેતા...

સપ્ટેમ્બર 26, 2024 2:24 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 2:24 પી એમ(PM)

views 9

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર શરૂ થઈ ગયો છે

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ આજે જમ્મુ પહોંચી રહ્યા છે. તેઓ જમ્મુના કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં ચાર જાહેરસભાઓ સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પક્ષનાં પ્રચાર અભિયાનને વેગ આપવા માટે 28મીએ જમ્મુ આવશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે જમ્મુમાં લોકો સાથે વાતચીત કરી અને કોંગ્રેસ માટે મત માંગ્યા હતા. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ અને ભૂતુપુર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પણ ગઈકા...

સપ્ટેમ્બર 26, 2024 9:30 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 9:30 એ એમ (AM)

views 9

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 54.11 ટકા મતદાન નોંધાયું હતું.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી 54.11 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે કહ્યું કે26 વિધાનસભા મતવિસ્તારો માટેમતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનરજ્ઞાનેશ કુમાર અને ડૉ. સુખબીર સિંહ સંધુએ સુચારૂ મતદાન થાય તે માટે સમગ્ર મતદાન પ્રક્રિયાપર દેખરેખ રાખી હતી.શ્રી રાજીવ કુમારે કહ્યું કે ખીણ અને પહાડી વિસ્તારોમાં જ્યાં ભયનું વાતાવરણ ઊભું કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યાં લોકો હવે લોકતાંત્રિક પ્રક્રિયામા...