જાન્યુઆરી 30, 2025 7:57 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:57 પી એમ(PM)

views 4

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વર્ષ 1948માં નવી દિલ્હીના બિરલા હાઉસ એટલે કે, ગાંધી સ્મૃતિ ખાતે આજના જ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના સંદેશમાં ગાંધીજીને તેમની 77મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના આદર્શ દેશવાસીઓને વિકસિત ભારત બનાવવા પ્રેરિત કરે છે. પ્રધાન...

સપ્ટેમ્બર 22, 2024 10:08 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2024 10:08 એ એમ (AM)

views 7

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિવમાં ‘પીએમ આવાસ’નું લોકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેઓ દિવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. ગઈકાલે તેમણે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધન્વંતરિ ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાનના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ અને તેમના પત્નીએ વૃક્ષારોપણ પણ કર્યુ હતું. ઉપરાષ્ટ્રપતિ ડોકમરડી ઓડિટોરિયમમાં પશ્ચિમ ક્ષેત્રના સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા...

સપ્ટેમ્બર 5, 2024 2:37 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 2:37 પી એમ(PM)

views 3

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાતમી સપ્ટેમ્બરે ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ચિત્રકૂટના એક દિવસના પ્રવાસે જશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાતમી સપ્ટેમ્બરે ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ચિત્રકૂટના એક દિવસના પ્રવાસે જશે. શ્રીધનખડ ગોરખપુરમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. પોતાના પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ચિત્રકૂટના જગદગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ રાજ્ય વિશ્વવિદ્યાલયમાં “આધુનિક જીવનમાં ઋષિ પરંપરા” વિષય પર યોજાનારા બે દિવસના રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

સપ્ટેમ્બર 1, 2024 8:21 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 8:21 પી એમ(PM)

views 2

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાની નિંદા કરી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાની નિંદા કરી છે.તેમણે આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને સજા કરવા માટે ખાસ મજબૂત તંત્ર બનાવવાની હાકલ કરી હતી. આજે ઉત્તરાખંડમાં AIIMS ઋષિકેશ ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધતા શ્રી ધનખડે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા અપરાધો થી માનવતાને શરમાવનારાઓ સામે પગલાં લેવા જોઈએ. તેમણે ડોકટરો, નર્સો, કમ્પાઉન્ડર્સ અને આરોગ્ય કર્મચારીઓની સલામતીનું રક્ષણ કરવા પર પણ ભાર મૂક્યો હતો. અગાઉ, તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે, ઉપરા...

સપ્ટેમ્બર 1, 2024 2:56 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 2:56 પી એમ(PM)

views 4

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સૈન્ય શાળામાં વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાના નિર્ણયને નોંધપાત્ર ગણાવ્યો છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સૈન્ય શાળામાં વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાના નિર્ણયને નોંધપાત્ર ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ પગલું સમાનતા અને ન્યાયમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. આજે દેહરાદૂનમાં ઉત્તરાખંડની રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ (RIMC) ખાતે RIMC કેડેટ્સને સંબોધતા શ્રી ધનખડે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ ભવિષ્યના પડકારોનો સામનો કરવા અને વૈશ્વિક કલ્યાણમાં યોગદાન આપવા માટે તૈયાર થઈ રહ્યા છે. આ પહેલા ઉપરાષ્ટ્રપતિએ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી ...

ઓગસ્ટ 23, 2024 8:18 એ એમ (AM) ઓગસ્ટ 23, 2024 8:18 એ એમ (AM)

views 2

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને સંબોધશે.આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હજારી આપશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

ઓગસ્ટ 22, 2024 2:12 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 2:12 પી એમ(PM)

views 2

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને સંબોધશે. ઉપરાષ્ટ્રપતિ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે..

ઓગસ્ટ 16, 2024 9:30 એ એમ (AM) ઓગસ્ટ 16, 2024 9:30 એ એમ (AM)

views 5

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે જશે. આજે શ્રી ધનખડ હૈદરાબાદ, તેલંગાણામાં કાન્હા શાંતિ વનમની મુલાકાત લેશે. આવતીકાલે તેઓ અક્ષરા વિદ્યાલય કેમ્પસ અને કૌશલ્ય વિકાસ કેન્દ્ર, સ્વર્ણ ભારત ટ્રસ્ટ અને આંધ્ર પ્રદેશમાં નેલ્લોર ખાતે મુપ્પાવરાપુ ફાઉન્ડેશનની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ આંધ્ર પ્રદેશમાં વેંકટચલમના સ્વર્ણ ભારત ટ્રસ્ટની 23મી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે..

ઓગસ્ટ 9, 2024 8:08 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 8:08 પી એમ(PM)

views 5

રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ વિશેની કથિત અસંસદીય ટિપ્પણી બદલ સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવામાં આવ્યો

રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ વિશેની કથિત અસંસદીય ટિપ્પણી બદલ સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. ગૃહના નેતા જેપી નડ્ડાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણેકહ્યું કે વિપક્ષની ટિપ્પણીઓ અસંસદીય અને અત્યંત વાંધાજનક છે. શ્રી ધનખરે જયા બચ્ચનની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે અધ્યક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમનો વાંધો ખાસ કરીને અધ્યક્ષના સ્વર, ભાષા અને સ્વભાવ અંગે જયા બચ્ચનની ટિપ્પણીઓ સામે હતો.  શાસક પક્ષના સભ્યોએ પણ...

જુલાઇ 19, 2024 8:09 પી એમ(PM) જુલાઇ 19, 2024 8:09 પી એમ(PM)

views 3

જળવાયુ પરિવર્તન વૈશ્વિક આપત્તિ તરીકે ઉભરી આવ્યું છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે  કહ્યું છે કે જળવાયુ પરિવર્તન વૈશ્વિક આપત્તિ તરીકે ઉભરી આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં સમુદાયના પતનમાટે જવાબદાર છે. તેમણે કહ્યું કે આ ફેરફારો ગરીબો, જૈવવિવિધતા અને ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકે છે. ઉપરાષ્ટ્રપતિએ આજે નવીદિલ્હીમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે બાયો-એનર્જી – પાથવે ટુ અ ડેવલપ્ડ ઈન્ડિયા પર ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદના સમાપન સત્રનેસંબોધિત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જળવાયુ પરિવર્તનનો સામનો સાથે મળીનેકરવાની જરૂર છે.   શ્રી ધનખડે  કહ્યું કે ભા...