માર્ચ 4, 2025 6:16 પી એમ(PM) માર્ચ 4, 2025 6:16 પી એમ(PM)
11
અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી
અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો સામે 25 ટકા અને ચીન સામે 20 ટકા જકાત લાદવાની જાહેરાત કરી છે, જે ગયા મહિનાથી ચીન પર લગાવવામાં આવેલા ટેરિફને બમણું કરશે. બીજી તરફ, કેનેડાએ કહ્યું છે કે તે 150 અબજ ડોલરની અમેરિકન ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદશે. ચીને અમેરિકાની કૃષિ આયાત પર 10થી 15 ટકા જકાત લાદવાની જાહેરાત કરી છે અને બદલો લેવાની કાર્યવાહી સાથે અમેરિકન કંપનીઓને પણ નિશાન બનાવી રહ્યું છે, જ્યા...