માર્ચ 30, 2025 7:57 પી એમ(PM) માર્ચ 30, 2025 7:57 પી એમ(PM)
5
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે ૫૦ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું.
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે ૫૦ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. તેમાંથી ૧૩ માઓવાદીઓ ઉપર ૬૮ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં માઓવાદીઓએ એકસાથે આત્મસમર્પણ કર્યું હોય તેવું આ પહેલી વાર બન્યું છે. બીજાપુર જિલ્લાના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી - PLGA બટાલિયન અને અન્ય જૂથોમાં સક્રિય કમાન્ડર અને સબ-કમાન્ડર કક્ષાના માઓવાદીઓનો સમાવેશ થાય છે.