જુલાઇ 18, 2024 8:01 પી એમ(PM) જુલાઇ 18, 2024 8:01 પી એમ(PM)
7
રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે ત્યારે આજે 65 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે ત્યારે આજે 65 તાલુકાઓમાં વરસાદ નોંધાયો.. જેમાં અમરેલીના ખાંભા, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ભાવનગરમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો... જ્યારે અન્ય 17 તાલુકાઓમાં એકથી ઇંચથી ઓછો વરસાદ નોંધાયો... વલસાડ તાલુકામાં આજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો.. તો ભાવનગરના શિહોરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા,પૂર્ણા,અંબિકા,તાપી, વાલ્મિકી, ઓઝર જેવી નદીઓ બે કાંઠે વહેતી થઇ છે.....