સપ્ટેમ્બર 23, 2024 9:43 એ એમ (AM) સપ્ટેમ્બર 23, 2024 9:43 એ એમ (AM)

views 7

હંગેરીના બુડાપેસ્ટમાં રમાયેલી 2024 ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઐતિહાસિક બે સુવર્ણ ચંદ્રક જીત્યા

હંગેરીના બુડાપેસ્ટમાં રમાયેલી 2024 ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઐતિહાસિક બે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. પુરૂષ અને મહિલાબંને ટીમો ટોચ પર રહી છે. પુરુષોનાં વર્ગમાં અર્જુન એરિગૈસીએ સ્લોવેનિયાનાં જેનસુબેલ્જને હરાવ્યા હતા, જ્યારે મહિલા વર્ગની ફાઇનલમાં મહિલા ટીમે આઝરબૈજાનને હરાવીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.

સપ્ટેમ્બર 19, 2024 2:17 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 2:17 પી એમ(PM)

views 5

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગઈ કાલે ઓપન સેક્શનના સાતમા રાઉન્ડમાં ચીનને હરાવતા ભારતીય ટીમની જીત થઈ છે

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગઈ કાલે ઓપન સેક્શનના સાતમા રાઉન્ડમાં ચીનને હરાવતા ભારતીય ટીમની જીત થઈ છે. ઓપન સેક્શનમાં ભારતીય ટીમે ચીનના 1.5 પોઈન્ટના જવાબમાં 2.5 પોઈન્ટથી જીત મેળવી હતી. ડી. ગુકેશે, ચીનના ખેલાડીને હરાવીને ભારતને સાતમા રાઉન્ડની મેચ જીતવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. ભારત અને ચીન વચ્ચેની બાકીની ત્રણ મેચ ડ્રો રહી હતી. આ જીત બાદ ભારતીય ટીમના ઓપન કેટેગરીમાં 14 મેચ પોઈન્ટ થઈ ગયા છે. ભારતની ઓપન અને મહિલા ટીમોએ ચેસ ઓલિમ્પિયાડના બીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે. આ બંને ટીમો અત્...