નવેમ્બર 12, 2024 9:43 એ એમ (AM) નવેમ્બર 12, 2024 9:43 એ એમ (AM)
1
મહિલા એશિયન હૉકી ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત આજે ત્રણ વખતના વિજેતા દક્ષિણ કૉરિયા સામે રમશે
મહિલા એશિયન હૉકી ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત આજે ત્રણ વખતના વિજેતા દક્ષિણ કૉરિયા સામે રમશે. બિહારના રાજગીર હૉકી સ્ટેડિયમમાં ગઈકાલે ભારતે પોતાની પહેલી મેચમાં મલેશિયાને ચાર-શૂન્યથી પરાજય આપ્યો હતો. સંગીતા કુમારીનાં જોરદાર છેલ્લા ગૉલે ગત ચેમ્પિયન ભારતનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. આ પહેલા ઉદ્ઘાટન મેચમાં જાપાન અને દક્ષિણ કૉરિયા વચ્ચેની મેચ બે—બેથી ડ્રૉ રહી હતી. જાપાન માટે મહો ઉએનો અને સાકી તનાકાએ ગૉલ કર્યા. જ્યારે કૉરિયા માટે મિહયાંગ પાર્ક અને યુઝિન લિ—એ ગૉલ કર્યો હતો. અન્ય એક મેચમાં ચીને થાઈલેન્ડને 15...