ઓગસ્ટ 27, 2024 7:58 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 7:58 પી એમ(PM)
4
ભાજપે આજે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે વધુ 29 ઉમેદવારોની યાદી જાહેર કરી
ભાજપે આજે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે વધુ 29 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષે નગરોટા બેઠક પરથી દેવિન્દર સિંહ રાણા, ઉધમપુર પશ્ચિમ બેઠક પરથી પવન ગુપ્તા, પોંચ હવેલી બેઠક પરથી ચૌધરી અબ્દુલ ગની અને માતા વૈષ્ણો દેવી બેઠક પરથી બલદેવ શર્માને ટિકિટ ફાળવી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ ઉમેદવારના નામોને મંજૂરી આપી દીધી છે.