સપ્ટેમ્બર 22, 2024 9:19 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2024 9:19 એ એમ (AM)

views 2

શ્રીલંકા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અનુરા કુમાર દિશાનાયકે આગળ

શ્રીલંકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી અંતર્ગત મતગણતરી શરૂ થઈ ચૂકી છે. હાલમાં પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. આ ગણતરીમાં ડાબેરી નેશનલ પીપલ્સ પાવર (એનપીપી)ના નેતા અનુરા કુમાર દિશાનાયકે તેના અન્ય હરીફ ઉમેદવારો કરતાં આગળ ચાલી રહ્યા છે.

સપ્ટેમ્બર 19, 2024 8:09 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 8:09 પી એમ(PM)

views 4

એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે

એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. આ અંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી વજુભાઇ વાળાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું. એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે સમયનો બચાવ થશે, સાથોસાથ કેન્દ્ર સરકારના ચૂંટણીઓ પાછળના અબજો રૂપિયાનો ખર્ચ ઘટશે.

સપ્ટેમ્બર 18, 2024 9:30 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 9:30 એ એમ (AM)

views 18

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો, જે બાદ ચૂંટણી માટે હવે કુલ 1 હજાર 31 ઉમેદવારો મેદાનમાં છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું કે, 101 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહી છે. જ્યારે 462 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં એક તબક્કામાં યોજનારી ચૂંટણી માટે આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે. દરમિયાન રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભિવાની અને ફરીદાબાદમાં...

સપ્ટેમ્બર 18, 2024 9:14 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 9:14 એ એમ (AM)

views 129

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. સાત જિલ્લાઓની 24 બેઠકો પર સવારે સાત વાગે મતદાનની શરૂઆત થઈ હતી. 23 લાખથી વધુ મતદારો, 90 અપક્ષ સહિત 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. બીજા તબક્કાનું મતદાન આ મહિનાની 25મી તારીખે થશે અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

સપ્ટેમ્બર 16, 2024 2:50 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 2:50 પી એમ(PM)

views 37

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર આજે થંભી જશે

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર આજે થંભી જશે. આ તબક્કામાં સાત જિલ્લાના ડોડા, કિશ્તવાડ, રામબન, અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયાં જેવા 24 વિધાનસભા મતવિસ્તારમાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા અને ત્રીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે અને પહેલી ઑક્ટોબરે મતદાન થશે. આ ચૂંટણીની મતગણતરી આઠ ઑક્ટોબરે થશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 90 બેઠક છે, જેમાંથી 74 સામાન્ય બેઠક, સાત અનુસૂચિત જાતિ અને નવ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

સપ્ટેમ્બર 16, 2024 2:43 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 2:43 પી એમ(PM)

views 8

શ્રીલંકામાં આ શનિવારે યોજાનારી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગવાન બન્યું

શ્રીલંકામાં આ શનિવારે યોજાનારી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગવાન બન્યું છે. ઉમેદવાર મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે ચૂંટણી સભાઓને સંબોધન કરતાં વર્તમાન રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમસિંઘે એ કહ્યું કે, તેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય લોકોનું જીવન વધુ સારું બનાવવાનો છે. તેમણે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની સાથે કરવામાં આવેલા કરારને યથાવત્ રાખવા તેમ જ તેમની સાથે આગળ વધવાના મહત્વ પર ભાર મુક્યો હતો. દરમિયાન વિપક્ષના નેતા સાજિથ પ્રેમદાસાએ એક રેલીમાં કહ્યું કે, તેમની સરકાર એક વિસ્તૃત ગર...

સપ્ટેમ્બર 9, 2024 6:09 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 6:09 પી એમ(PM)

views 5

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓને આજે ચર્ચા માટે બોલાવ્યા હતા

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓને આજે ચર્ચા માટે બોલાવ્યા હતા.આ બેઠકમાં ઉમેદવારો સાથે ચૂંટણીમાં નાણાના નિયમો અને અન્ય માર્ગદર્શિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી.  કેટલાક ઉમેદવારોએ રાજ્યના સંસાધનોના ઉપયોગ અને કેટલીક મીડિયા સંસ્થાઓના આચરણ અંગે ચૂંટણી પંચ સાથે તેમનીચિંતાઓ વ્યક્ત  કરી હતી. દરમિયાન આજે બપોરે રાષ્ટ્રીય ચૂંટણી પંચ ખાતે ચૂંટણી નિરીક્ષકો સાથે અલગથી ચર્ચા પણ કરવામાં આવી હતી.  અગાઉ ગઈકાલે, ચૂંટણી મંડળે ઘરે-ઘરે પ્રચારના પ્રતિબંધો પર ભાર મૂક્યો હતો. ...

સપ્ટેમ્બર 6, 2024 2:43 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2024 2:43 પી એમ(PM)

views 63

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો પ્રચાર કરશે

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે બપોરે જમ્મુ પહોંચી રહ્યા છે.જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે તેઓ બપોરે બાદ ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરશે. ભારતીય જનતા પાર્ટીએ તેના એક્સહેન્ડલ પર શાહના જમ્મુ કાર્યક્રમની વિગતો શેર કરી છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રભારી કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, રામ માધવ અને રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ પણ હાજર રહે તેવી શક્યતા છે. ભાજપે રાજ્યની જનતા સાથે વાત કર્યા બાદ આ ઠરાવ પત્ર તૈયાર કર્ય...

સપ્ટેમ્બર 6, 2024 9:32 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 9:32 એ એમ (AM)

views 7

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે જમ્મુ સંવાદદાતા જણાવે છે કે ગઈકાલે આ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9મી સપ્ટેમ્બર સુધી પોતાના નામ પરત ખેંચી શકશે.

ઓગસ્ટ 28, 2024 3:13 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 3:13 પી એમ(PM)

views 5

રાજ્યસભાની ચૂંટણીમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના નવ, એનડીએના ઘટક પક્ષોના બે અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ વિજેતા જાહેર થયા

રાજ્યસભાની ચૂંટણીમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના નવ, એનડીએના ઘટક પક્ષોના બે અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોમાં આસામમાંથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારમાંથી મનન કુમાર મિશ્રા, હરિયાણામાંથી કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશમાંથી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રમાંથી ધીર્યા શીલ પાટીલ, ઓડિશામાંથી મમતા મોહંતા, રાજસ્થાનમાંથી રવનીત સિંહ બિટ્ટુ અને ત્રિપુરાથી રાજીવ ભટ્ટાચારજીનો સમાવેશ થાય છે. કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી તેલંગાણા, એનસીપી-અજીત પવાર...