નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM) નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM)

views 5

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આ ચૂંટણીમાં 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાવ વિધાનસભા મતવિસ્તારના ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન માટે ૩૨૧ બેલેટ યુનિટ, ૩૨૧ કન્ટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે .૨૩ નવેમ્બરનાં રોજ પરિણામ જાહેર થશે.

નવેમ્બર 8, 2024 2:33 પી એમ(PM) નવેમ્બર 8, 2024 2:33 પી એમ(PM)

views 7

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે તમામ પાર્ટીઓનો આક્રમક ચૂંટણી પ્રચાર

મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ આક્રમક રીતે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધુળેમાં સભાને સંબોધી હતી અને મહાવિકાસ અઘાડીએ મહારાષ્ટ્રના વિકાસમાં રોડા નાખ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનાં અન્ય ટોચનાં નેતાઓ આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે. નાસિક અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શિરાલા, કરાડ દક્ષિણ, સાંગલી અને ઇચલ...

નવેમ્બર 5, 2024 9:44 એ એમ (AM) નવેમ્બર 5, 2024 9:44 એ એમ (AM)

views 1

કેરળ, પંજાબ અને યુપીમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાયો

કેરળ, પંજાબ અને યુપીમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે આ રાજ્યોમાં 13 ને બદલે 20 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે. ચૂંટણી પંચે ત્રણ રાજ્યોમાં 14 વિધાનસભાની બેઠકોની ચૂંટણીઓ સાથે, સંબંધિત મતદાનની તારીખો બદલી છે. તારીખ બદલવા અંગેનુ કારણ આપતા ચૂંટણી પંચે કહ્યું કે, વિવિધ પક્ષો દ્વારા માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષો એવાભાજપ, કોંગ્રેસ, બીએસપી, આરએલડી સહિતની રજૂઆત મળી હતી કે 13 નવેમ્બરે મોટાપાયે સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાવાના હોવાથી મતદાનની ટકાવારી ...

ઓક્ટોબર 31, 2024 7:40 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 7:40 પી એમ(PM)

views 5

ઝારખંડમાં ચૂંટણી પહેલાં રાજકીય ગરમી વધી રહી છે.

ઝારખંડમાં ચૂંટણી પહેલાં રાજકીય ગરમી વધી રહી છે. શાસક જેએમએમ અને વિપક્ષ ભાજપ મતદારોનો ટેકો મેળવવા પ્રયત્ન કરી રહ્યાં છે. ઝારખંડના ભાજપના ચૂંટણી ઇનચાર્જ અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, જો ભાજપ સત્તા પર આવશે તો તે રાજ્યમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટિજન્સ- NRC નો અમલ કરશે. શ્રી ચૌહાણે જણાવ્યું કે મુખ્યમંત્રી હેમંત સોરેનની સરકાર ઘુસણખોરી માટે જવાબદાર છે. દરમિયાન, જેએમએમના મહામંત્રી સુપ્રિયો ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, ભાજપ લોકોને વિકાસના નામે ગેરમાર્ગે દોરી રહ્યોછે. ઝારખંડમાં 13 અને 20 નવ...

ઓક્ટોબર 23, 2024 2:17 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 2:17 પી એમ(PM)

views 4

કેરળની વાયનાડ બેઠકની પેટા ચૂંટણી માટે આજે કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉમેદવારી પત્ર ભરશે

કેરળની વાયનાડ બેઠકની પેટા ચૂંટણી માટે આજે કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉમેદવારી પત્ર ભરશે. આ પૂર્વે તેમણે કાલપેટ્ટામાં રોડ શૉ અને એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ – એમ બંને બેઠક પરથી જીતી જતા તેમણે વાયનાડ બેઠક જતી કરી હતી. જેની ઉપર હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. આ તરફ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે ઝારખંડ મુક્તિ મોર્ચા – JMM અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. JMM એ 35 સભ્યોની જ્યારે R...

ઓક્ટોબર 8, 2024 8:57 એ એમ (AM) ઓક્ટોબર 8, 2024 8:57 એ એમ (AM)

views 7

જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની મત ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે

જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. બપોર સુધીમાં પરિણામ મળી જશે. પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે. ચૂંટણી પંચે મતગણતરી સુચારુ રીતે થાય તેમાટે ઝીણવટભરી વ્યવસ્થા કરી છે. કમિશનની વેબસાઇટ www.eci.gov.in.પર વલણો અને પરિણામો આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. જમ્મુ-કાશ્મીરમાં 873 ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે નિર્ણય થશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં 28 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખની...

સપ્ટેમ્બર 29, 2024 1:55 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2024 1:55 પી એમ(PM)

views 4

જમ્મૂ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે.

જમ્મૂ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે.આ તબક્કામાં 40 બેઠકો પર મતદાન મંગળવારે મતદાન થવા જઈ રહ્યું છે. 40માંથી 16 બેઠકો કાશ્મીરની જ્યારે કે 24 બેઠકો જમ્મૂની છે. આપને જણાવી દઈએ કે જમ્મૂ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. પહેલી તબક્કામાં 61 ટકા જ્યારે બીજા તબક્કામાં 56 ટકા મતદાન નોંધાયું હતું.મતગણતરી 8 ઑક્ટોબરના રોજ હાથ ધરાશે.

સપ્ટેમ્બર 27, 2024 8:07 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 8:07 પી એમ(PM)

views 7

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કમિશનના પ્રતિનિધિમંડળે આજે મુંબઇમાં શ્રેણીબધ્ધ બેઠકો યોજી

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશ્નલ રાજીવ કુમારના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળે આજે મુંબઇમાં શ્રેણીબધ્ધ બેઠકો યોજી છે. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરની સાથે અન્ય ચૂંટણી કમિશ્નરો જ્ઞાનેશકુમાર અને એસ.એસ.સંધુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણીપંચે વિધાનસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં અધિકારીઓની બદલી અંગેનો અનુપાલન અહેવાલ શા માટે રજૂ કરાયો નથી એ અંગે સંબંધિતો પાસેથી સ્પષ્ટતા માંગી હતી. ઉલ્લેખનીય છે કે, ગત 31મી જુલાઇએ ચૂંટણીપંચે મહારાષ્ટ્ર વિધાનસભાની...

સપ્ટેમ્બર 24, 2024 10:41 એ એમ (AM) સપ્ટેમ્બર 24, 2024 10:41 એ એમ (AM)

views 4

આવતીકાલે જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી

આવતીકાલે જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ જિલ્લાઓની 26 વિધાનસભા બેઠકો પર આ તબક્કામાં મતદાન થશે. આ જિલ્લાઓ જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ અને કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામ છે. બીજા તબક્કામાં લગભગ 25 લાખ 78 હજાર મતદારો 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર ગઈકાલે સાંજે સમાપ્ત થઈગયો હતો. કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. મતગણતરી 8 ઓક્ટોબરે થશે. 18 સપ્ટેમ્બરે વિધાનસ...

સપ્ટેમ્બર 22, 2024 9:36 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2024 9:36 એ એમ (AM)

views 59

અમિત શાહ આજે રાજૌરીમાં જનસભાને સંબોધિત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજૌરી વિધાનસભા ક્ષેત્રના નૌશેરામાં જનસભાને સંબોધિત કરશે. અહિયાં તેઓ રાજૌરી વિધાનસભા ઉપરાંત કાલાકોટ-સુંદરબની વિધાનસભા ક્ષેત્રની બેઠકના મતદારોને પણ સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. 25 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કામાં 26 વિધાનસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.