ફેબ્રુવારી 11, 2025 7:13 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:13 પી એમ(PM)
4
18મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યની કેટલીક તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં વેગ આવ્યો
18મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યની કેટલીક તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં વેગ આવ્યો છે. જુનાગઢ જીલ્લાના માંગરોળ નગર પાલિકાના પ્રભારી તરીકે ભાવનગરના પૂર્વ ડેપ્યુટી મેયર ભરતસિંહ ગોહિલની ગુજરાત પ્રદેશ ભા.જ.પ. દ્વારા નિમણૂક કરવામાં આવી છે. જેમણે આજે માંગરોળનાં વોર્ડ નંબર બે માં ડોર-ટુ ડોર પ્રચાર અને પત્રીકા રાઉન્ડ દરમિયાન મતદાન કરવા અને ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરી હતી.