નવેમ્બર 16, 2024 7:05 પી એમ(PM) નવેમ્બર 16, 2024 7:05 પી એમ(PM)

views 7

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ મળેલી ફરિયાદોના આધારે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ મળેલી ફરિયાદોના આધારે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલિક્કાર્જુન ખડગેને અલગ અલગ નોટિસો પાઠવી છે. ચૂંટણી પંચે બંને પક્ષોને આ સોમવારે બપોરના એક વાગ્યા સુધીમાં વિધિવત પ્રતિભાવો આપવાનો બંને પક્ષોને નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે આ વર્ષના મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારકો માટે જારી કરાયેલી સૂચનાઓ તેમજ આદર્શ આચારસંહિતાનું સં...

ઓક્ટોબર 23, 2024 7:31 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 7:31 પી એમ(PM)

views 10

દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા લોકોને જાગૃત કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા લોકોને જાગૃત કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાન અંતર્ગત મતદારોને ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન- EVM અને વૉટર વેરિફાઈટ પેપર ઑડિટ ટ્રેલ- VVPATની માહિતી આપવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી પી. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, આ અભિયાન હેઠળ દિલ્હીના તમામ 11 જિલ્લામાં 70 મૉબાઈલ વાન તહેનાત કરવામાં આવી છે. તેના માધ્યમથી નાગરિકોને મતદાન પ્રક્રિયા અને મશીનોને પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવી રહ્યો છે.

સપ્ટેમ્બર 24, 2024 10:41 એ એમ (AM) સપ્ટેમ્બર 24, 2024 10:41 એ એમ (AM)

views 9

ચૂંટણી પંચે આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા સહકાર આપવા તમામ રાજકીય પક્ષોને અપીલ કરી

ચૂંટણી પંચે આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા સહકાર આપવા તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુએ કેન્દ્ર અને રાજ્ય અમલીકરણ એજન્સીઓને મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના નોડલ અધિકારીને પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના સરળ અને શાંતિપૂર્ણ સંચાલન માટે નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચ આજે રાજ્યના...

ઓગસ્ટ 16, 2024 2:06 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 2:06 પી એમ(PM)

views 14

ચૂંટણી પંચ આજે કેટલાંક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે

ચૂંટણી પંચ આજે બપોરે રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે તેવી શક્યતા છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની સાથે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં જ ચૂંટણી પંચની ટીમે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લઈને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.