જૂન 13, 2025 7:35 પી એમ(PM) જૂન 13, 2025 7:35 પી એમ(PM)

views 7

બાવીસમી જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં

પંચમહાલ જીલ્લાની 249 ગ્રામ પંચાયતના 391 સરપંચ અને 1993 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.આગામી 22 જૂને જિલ્લાના 7 તાલુકા ગોધરા,શહેરા, મોરવાહ, કાલોલ,ઘોઘંબા,હાલોલ, અને જાંબુઘોડામાં યોજાનારી ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે.  નર્મદા જિલ્લામાં ૧૧૨ ગ્રામ પંચાયતની ચુંટણીની તૈયારીઓ  પુર જોશમાં ચાલી રહી છે. નાંદોદ તાલુકાની ૯ ગ્રામ પંચાયતોમાં સરપંચની અને ૬૭ વોર્ડમાં સભ્યોની ચુંટણી યોજાશે. તિલકવાડા તાલુકામાં ૧૦ ગામમાં સરપંચની ચુંટણી યોજાશે.તો ગરુડેશ્વર તાલુકાના કારેલી ગામમાં સરપંચની ચુંટણી યોજાશે, જિલ્લામાં...

માર્ચ 5, 2025 6:02 પી એમ(PM) માર્ચ 5, 2025 6:02 પી એમ(PM)

views 7

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મળ્યા બાદ ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા શરૂ કરી

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મળ્યા બાદ ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકામાં પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુ અલગોતરની વરણી કરાઇ છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં થાનગઢ નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો ઉપર જીત મેળવીને નગરપાલિકામાં શાસન મેળવ્યું હતું. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે મંજુલાબેન કોલીઅને ઉપપ્રમુખ તરીકે પરવેઝ મકરાણીની બિનહરીફ વરણી કરાઈ હતી. તાપી જિલ્લાન...

માર્ચ 4, 2025 6:57 પી એમ(PM) માર્ચ 4, 2025 6:57 પી એમ(PM)

views 4

રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે મહત્વનાં હોદ્દેદારોની વરણી માટે ચક્રો ગતિમાન કર્યા

તાજેતરમાં યોજાયેલી રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે મહત્વનાં હોદ્દેદારોની વરણી માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રદેશની સંસદીય સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પક્ષના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય શક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં 65 નગરપાલિકા, જુનાગઢ મહાનગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતો-ગાંધીનગર, કઠલાલ અને કપડવંજનાં હોદ્દેદ્દારોની વરણી અંગે ચર્ચા થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, મેયર, ડેપ્યુ...

માર્ચ 4, 2025 6:41 પી એમ(PM) માર્ચ 4, 2025 6:41 પી એમ(PM)

views 6

મુખ્ય ચૂંટણી કમિશનરે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી,જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસરને પારદર્શકતાથી કામ કરવા અને તમામ કાયદાકીય જવાબદારીઓ ખંતપૂર્વક પૂર્ણ કરવા માટે આહ્વાન કર્યું

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી,જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસરને પારદર્શકતાથી કામ કરવા અને તમામ કાયદાકીય જવાબદારીઓ ખંતપૂર્વક પૂર્ણ કરવા માટે આહ્વાન કર્યું છે. આજે નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓના સીઈઓની બે દિવસીય પરિષદને સંબોધતા શ્રી કુમારે અધિકારીઓને રાજકીય પક્ષો પ્રત્યે સુલભ અને પ્રતિભાવશીલ બનવાનો નિર્દેશ આપ્યો. તેમણે ઉમેર્યું કે,સંબંધિત સક્ષમ અધિકારી દ્વારા હાલના કાયદાકીય માળખામાં કોઈપણ મુદ્દાઓનું નિરાકરણ લાવવ...

ફેબ્રુવારી 18, 2025 7:20 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 7:20 પી એમ(PM)

views 8

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપની જીત

રાજ્યની 68 માંથી 65 મહાનગરપાલિકામાં ભાજપે વિજયનો દાવો કર્યો છે. જ્યારે પોરબંદરની કુતિયાણામાં સમાજવાદી પાર્ટી અને છોટાઉદેપુરમાં ભાજપ સહિતના કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. આ ઉપરાંત ધોરાજી નગરપાલિકા કોંગ્રેસે ગૂમાવી છે. મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી અહેવાલ આપ્યો હતો કે લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર નગરપાલિકા સહિત ખાનપુર તાલુકાની કનોડ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. સંતરામપુર નગર પાલિકા માં ૨૪ ઉમેદવારો માંથી ૧૫ ઉમેદવારોમાં ભાજપની જીત થતાં શિક્ષણમંત્રી ડોક્ટર ...

ફેબ્રુવારી 18, 2025 3:29 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 3:29 પી એમ(PM)

views 7

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે. એક પછી એક બેઠકોના પરિણામ સામે આવી રહ્યા છે, જેમાં મોટા ભાગની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીત આગળ વધી રહી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. 66 નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ સરસાઇ મેળવી રહ્યું હોવાના છેલ્લા અહેવાલ મળી રહ્યાં છે. મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર નગરપાલિકા સહિત ખાનપુર તાલુકાની કનોડ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે...

ફેબ્રુવારી 18, 2025 2:31 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 2:31 પી એમ(PM)

views 17

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીના પરિણામોમાં ભાજપ મોટા ભાગની બેઠકો પર જીત તરફ અગ્રેસર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાની ચૂંટણીમાં સરસાઇ ભોગવી રહ્યુ હોવાના છેલ્લા અહેવાલ મળી રહ્યાં છે. આજે સવારથી 66 નગરપાલિકાની સામાન્ય બે નગરપાલિકાની મધ્યવર્તી ચૂંટણી સહિતની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ હતી. અત્યાર સુધી મળેલા અહેવાલ અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપ ફરી વિજય તરફ આગળ છે.અત્યાર સુધીના અહેવાલ અનુસાર 60 બેઠક માટેની ચૂંટણીમાંથી 48 બેઠક ઉપર ભાજપ અગ્રેસર છે જ્યારે અગિયારમાં કોંગ્રેસનો અને એકમાં અપક્ષ આગળ ...

ફેબ્રુવારી 18, 2025 9:05 એ એમ (AM) ફેબ્રુવારી 18, 2025 9:05 એ એમ (AM)

views 79

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતગણતરી શરૂ

રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ સવારે સાત વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મતગણતરી પહેલા તમામ ઇવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યાં હતા. રાજ્યમાં રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતુ. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 44.32 ટકા, જ્યારે 66 નગરપ...

ફેબ્રુવારી 14, 2025 6:33 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:33 પી એમ(PM)

views 8

16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે શાંત થયા

16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે શાંત થયા છે. હવે ઉમેદવારોડોર ટુ ડોર પ્રચાર કરશે.  આ ચૂંટણીમાં કુલ 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી લડશે. જામનગરમાં ત્રણ નગરપાલિકા ધ્રોલ, કાલાવડ અને જામજોધપુરની સામાન્ય ચૂંટણી તેમજ જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ જામવંથલી અને જોડીયા તાલુકામાં સમાવિષ્ટ જોડીયા તાલુકા પંચાયત મતદાર વિભાગની પેટા ચૂંટણીઓનુંપણ મતદાન થશે. ત્યારે આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે પૂર્વ તૈયારીઓની વિગતો આપી.  રાજ્ય ચ...

ફેબ્રુવારી 14, 2025 3:40 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 3:40 પી એમ(PM)

views 7

16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે. આ ચૂંટણીમાં કુલ 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી લડશે. રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવ્યા પ્રમાણો સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7 હજાર 36 ઉમેદવારી પત્રો રજૂ થાય હતા તે પૈકી 1 હજાર 261 અમાન્ય તેમજ 5 હજાર 775 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે અને 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે. રાજકોટ જિલ્લાની જેતપુર-નવાગઢ પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 140 ઉમેદવારો મેદાનમાં ...