જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM)

views 5

તિબેટમાં ચીનની ડેમ યોજના અંગે ભારત સરકાર સતર્ક : રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તિબેટમાં ભારતની સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર મેગા ડેમ બનાવવાની ચીનની યોજના અંગે સરકાર સતર્ક છે. ચીને બ્રહ્મપુત્રા પર વિશ્વના સૌથી મોટા બંધ બાંધવાની તેની યોજનાની જાહેરાત કર્યા બાદ ભારતે કહ્યું કે, તે તેના હિતોનું રક્ષણ કરવા માટે દેખરેખ રાખશે અને જરૂરી પગલાં લેશે. ભારતે ઉપરના વિસ્તારોની ગતિવિધિઓથી બ્રહ્મપુત્રાના નીચલા વિસ્તારોના હિતોને નુકસાન ન થાય, તે સુનિશ્ચિત કરવા ચીનને અનુરોધ કર્યો છે.

ડિસેમ્બર 12, 2024 2:07 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 2:07 પી એમ(PM)

views 7

ચીનના હેંગજોઉમાં આજે ભારતની જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ બેડમિન્ટનમાં મહિલા ડબલ્સનાં બીજા ગ્રૂપમાં મલેશિયાની પર્લી ટાન અને થિન્નાહ મુરલીથરન સામે રમશે

ચીનના હેંગજોઉમાં આજે ભારતની જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ બેડમિન્ટનમાં મહિલા ડબલ્સનાં બીજા ગ્રૂપમાં મલેશિયાની પર્લી ટાન અને થિન્નાહ મુરલીથરન સામે રમશે. ગઈ કાલે તેઓ ગ્રૂપ-Aની પ્રથમ મેચમાં ચીનની પ્રથમ ક્રમાંકિત જોડી લિઉ શેંગ શુ અને તાન નિંગ સામે હારી ગયા હતા. ટ્રીસા અને ગાયત્રી વર્લ્ડ ટુર ફાઇનલ્સ 2024માં ભારતનાં એક માત્ર પ્રતિનિધિ છે. તેમણે તાજેતરમાં સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધા જીતી હતી.