ઓગસ્ટ 6, 2024 3:30 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 3:30 પી એમ(PM)

views 16

રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ એટલે કે, એન્કેફેલાઈટીસના કુલ કેસની સંખ્યા 157 થઈ

રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ એટલે કે, એન્કેફેલાઈટીસના કુલ કેસની સંખ્યા 157 થઈ છે. સત્તાવાર યાદી પ્રમાણે, અત્યાર સુધીમાં સૌથી વધારે 16-16 કેસ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 68 દર્દી મોત નીપજ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના 20 દર્દી હાલમાં હૉસ્પિટલમાં દાખલ છે. જ્યારે 69 દર્દીઓને રજા આપવામાં આવી છે. આરોગ્યની ટુકડી દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના ઘર અને આસપાસના વિસ્તારના ઘર મળી કુલ 52 હજાર 125 ઘરમાં દેખરેખની કામગીરી કરવામાં આવી છે.

જુલાઇ 21, 2024 8:09 એ એમ (AM) જુલાઇ 21, 2024 8:09 એ એમ (AM)

views 14

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઈરસના કેસોની સમીક્ષા કરી : રાજ્યમાં 71 કેસ સક્રિય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના DGHS અને NCDCના ડિરેક્ટર પ્રૉફેસર ડૉ. અતુલ ગોયલે એઈમ્સ, કલાવતી સરન ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સિઝના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય સર્વેલન્સ એકમોના અધિકારીઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નોંધાયેલા ચાંદીપુરા વાઈરસ અને એક્યૂટ એન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે, AES કેસની સમીક્ષા કરી હતી.  ચાંદીપુરા વાઈરસ અને AESના કેસની સ્થિતિની ચર્ચા અને સમીક્ષા બાદ નિષ્ણાતોએ ગુજરાતમાં નોંધાયેલા AES કેસના વ્યા...

જુલાઇ 20, 2024 9:22 એ એમ (AM) જુલાઇ 20, 2024 9:22 એ એમ (AM)

views 10

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધુ 28 કેસ નોંધાયા, સુરત સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ બનાવાયું

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં વધુ 28 કેસો નોંધાયા હતા. આ સાથે કુલ કેસોની સંખ્યા વધીને 58 થઈ છે.  બે દિવસમાં કેસો વધીને બમણા થયા છે. સૌથી વધુ આઠ કેસો સાબરકાંઠામાં નોંધાયા છે. પંચમહાલમાં સાત, જામનગરમાં પાંચ, અરવલ્લીમાં ચાર, મહિસાગર, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં બે કેસ નોંધાયા છે. દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં વાયરલ એનકેફેલાઇટીસનાં શંકાસ્પદ કેસોની સમીક્ષા કરી હતી. આ પ્...

જુલાઇ 19, 2024 4:25 પી એમ(PM) જુલાઇ 19, 2024 4:25 પી એમ(PM)

views 12

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઇરસના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવાઇ રહ્યા છે.

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઇરસના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવાઇ રહ્યા છે. જે અંતર્ગત, મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ વધુ 2 કેસ સામે આવ્યાં છે.. લુણાવાડા તાલુકાના કોઠા તેમજ રામ બારીયાના મુવાડ ગામે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા અસરગ્રસ્ત બાળકને વડોદરાની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.. જીલ્લા વિકાસ અધિકારીએ શંકાસ્પદ રોગને લઇને સામાન્ય લોકો માટે હેલ્પલાઈન નંબર 9925 785955 જાહેર કર્યો છે. આ નંબર પર ફોન કરીને તબીબી માહિતી તેમજ મદદ મેળવી શકાશે. જ્યાર...

જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM) જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM)

views 3

ચાંદીપુરા વાઇરસ : રાજ્યમાં ૧૧,૦૫૦ ઘરોમાં ૫૬,૬૫૧ વ્યક્તિનું સર્વેલન્‍સ કરાયું

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના 33 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી સાત જેટલા નમૂના પૂના પરિક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો.રાજ્યમાં ૨૬૦ ટીમો દ્વારા ૧૧,૦૫૦ ઘરોમાં કુલ ૫૬,૬૫૧ વ્યક્તિઓનું સર્વેલન્‍સ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની વર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ સમીક્ષા બેઠકમાં રોગચાળા નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં સધન સર્વેલન્સ અને દવા છંટકાવ માટે ડ્ર...

જુલાઇ 18, 2024 7:40 પી એમ(PM) જુલાઇ 18, 2024 7:40 પી એમ(PM)

views 25

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સંક્રમણને પગલે આરોગ્ય તંત્ર સજાગ બન્યું

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સંક્રમણને પગલે આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે.... જે અંતર્ગત, આજે જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે સમીક્ષા બેઠક યોજી. જીલ્લામાં જામજોધપુર અને ધ્રોલ તાલુકામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ મળતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાંઓ લેવાઇ રહ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના કારણે ઓછામાં ઓછા છ બાળકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે સાત બાળકો હજી પણ સારવાર હેઠળ છે. પાંચ બાળકોમાં શંકાસ્પદ વાઇરસના નવા કેસ સાથે ગઇકાલ અને આજ સવાર સુધીમાં કુલ 14 કેસ નોંધાયા છે. ગાંધીનગર શહે...

જુલાઇ 18, 2024 6:50 પી એમ(PM) જુલાઇ 18, 2024 6:50 પી એમ(PM)

views 16

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સક્રમણને પગલે કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે જામનગરમાં સમીક્ષા બેઠક યોજી

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સક્રમણને પગલે કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે જામનગરમાં સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં ચાંદીપુરા ચાંદીપુરા વાઇરસના પ્રસારને અટકાવવા પૂરતા પગલાં લેવાઇ રહ્યા છે. તો આ તરફ જામનગરના જામજોધપુર અને ધ્રોલ તાલુકામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ મળતાં આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે. અમદાવાદમાં ચાંદલોડિયા અને આંબાવાડી વિસ્તારના 2 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના લક્ષણ જોવા મળ્યા હતા. અમદાવાદના અમારા પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે, હાલમાં આ બંને બાળ...

જુલાઇ 15, 2024 3:20 પી એમ(PM) જુલાઇ 15, 2024 3:20 પી એમ(PM)

views 6

સાબરકાંઠા જિલ્લાની હિમ્મતનગર સિવિલ હૉસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસથી વધુ એક બાળકનું મોત

સાબરકાંઠા જિલ્લાની હિમ્મતનગર સિવિલ હૉસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસથી વધુ એક બાળકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. સાબરકાંઠાના અમારા પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે, પોશીના તાલુકાના નાડામાં ત્રણ વર્ષના બાળકને શંકાસ્પદ વાયરસનો ચેપ લાગતાં તેમને ગઈકાલે સવારે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હૉસ્પિટલમાં 8 કલાકની સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. આ સિવિલ હૉસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 8 કેસમાંથી 5 બાળકના મૃત્યુ થયાં છે. જ્યારે 3 બાળક સારવાર હેઠળ છે. અરવલ્લી જિલ્...