ઓગસ્ટ 1, 2024 2:57 પી એમ(PM)

views 18

રાજ્યમાં જૂનથી 31 જુલાઈ, 2024 સુધીમાં 51 કેસોમાં ચાંદીપુરા વાઇરસની પુષ્ટિ થઈ છે

રાજ્યમાં જૂનથી 31 જુલાઈ, 2024 સુધીમાં 51 કેસોમાં ચાંદીપુરા વાઇરસની પુષ્ટિ થઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, 15થી ઓછી વયના બાળકોમાં એક્યુટ એન્સેફાલિટિસ સિન્ડ્રોમના કેસ નોંધાયા છે, જેમાં રાજ્યના 24 જેટલા જિલ્લાઓમાં 140, મધ્યપ્રદેશના 4, રાજસ્થાનના 3 અને મહારાષ્ટ્રમાં એક કેસ નોંધાયો છે. રાજ્યમાં કુલ 59 દર્દીઓના મોત થયા છે.આરોગ્ય વિભાગ, રાષ્ટ્રીય રોગ નિવારણ કેન્દ્ર તેમજ ભારતીય તબીબી સંસોધન સંસ્થાન દ્વારા સંયુક્ત રીતે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના આરોગ્ય અ...

જુલાઇ 31, 2024 3:31 પી એમ(PM)

views 22

મહેસાણામાં ચાંદીપુરા વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો

મહેસાણામાં ચાંદીપુરા વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ખેરાલુ તાલુકાના મેકુબપૂરા ગામની 12 વર્ષની બાળકીને ચાંદીપુરાના લક્ષણ જણાતાં વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈને ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું છે. જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના 8 શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. તેમાંથી 4 પોઝીટીવ તો 3 નેગેટિવ કેસ નોંધાયા છે. એક કેસ પેન્ડિગ છે. 2 બાળકોના મોત પણ થયા છે. 2 બાળકોને હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ છે.

જુલાઇ 22, 2024 3:55 પી એમ(PM)

views 27

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના વાઇરસના સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના વાઇરસના સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે જિલ્લામાં હાલ 300 આરોગ્યના પેટા કેન્દ્ર અને 50 જાહેર આરોગ્ય કેન્દ્ર પરથી તમામ ગામના પાકા અને કાચા મકાનોની માહિતી મેળવવામાં આવી રહી છે. જિલ્લામાં ગોધરામાંથી ચાર, મોરવાહડફ અને ઘોઘંબા તાલુકામાંથી બે-બે અને કાલોલ તાલુકામાં ત્રણ શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 11 ચાંદીપુરાના કેસમાંથી ચારના શંકાસ્પદ મોત થયા હોવાનું આરોગ્ય અધિકારી બ...