ફેબ્રુવારી 18, 2025 9:41 એ એમ (AM) ફેબ્રુવારી 18, 2025 9:41 એ એમ (AM)

views 15

આજથી રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આજથી 9 માર્ચ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 14 માર્ચથી વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે, એમ સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. વર્ષ 2024-25ની સિઝનમાં ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 650 રૂપિયા અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 950 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ડિસેમ્બર 19, 2024 7:53 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:53 પી એમ(PM)

views 10

રાજ્યમાં ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામક કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે

રાજ્યમાં ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામક કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, લીલી ઈયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ પાંચ દિવસે હેક્ટરદીઠ 20 કેરોમેન ટ્રેપ છોડથી એક ફૂટ ઊંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યૂર દર 21 દિવસે બદલવાની સલાહ અપાઈ છે. ઉપરાંત ખેતરમાં વીઘાંદીઠ એક પ્રકાશ પિંજર ગોઠવવા અથવા જ્યાં લાઈટની વ્યવસ્થા થઈ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક એકથી 2 ટીપાં નાખવા અનુરોધ કરાયો છે. ખેડૂતોએ વધુ...