માર્ચ 19, 2025 6:55 પી એમ(PM) માર્ચ 19, 2025 6:55 પી એમ(PM)

views 5

સૌરાષ્ટ્ર ખાતે એક જ દિવસમાં ઘઉંના સવા લાખ કટ્ટાની આવક થતાં યાર્ડના સંચાલકો દ્વારા હાલ ઘઉંની ખરીદી બંધ કરી દેવામાં આવી

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે એક જ દિવસમાં ઘઉંના સવા લાખ કટ્ટાની આવક થતાં યાર્ડના સંચાલકો દ્વારા હાલ ઘઉંની ખરીદી બંધ કરી દેવામાં આવી છે. ખેડૂતોને પ્રતિ મણ ઘઉંના 475 થી 700 રૂપિયા જેવા પોષણક્ષણ ભાવ મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા જણસી લઇને આવતા ખેડૂતો માટે તમામ વ્યસ્થાઓ કરવામાં આવી છે.

ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM)

views 13

ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂપિયા ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે. આ માટે ખેડૂતો પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી ઓનલાઇન નોંધણી કરાવી શકશે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે.