જુલાઇ 26, 2024 9:25 એ એમ (AM)

views 20

28મી એ પેટા હિસાબનીશ અને હિસાબનીશની પરીક્ષા લેવાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 28 જૂલાઈના રોજ યોજાનાર પેટા હિસાબનીશ તથા હિસાબનીશની ભરતી પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં માહિતી આપતાં જણાવ્યું કે, હવામાન ખાતાની માહિતી મુજબ 28 જુલાઇ સુધીમાં વરસાદ પ્રમાણસર હોવાથી પરીક્ષા 28 જુલાઈએ લેવાશે. જો કે, વરસાદના કારણે જો બસ અને રેલવે સેવા પ્રભાવિત થાય તો પરીક્ષા મોકુફ રાખવા અંગે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિસાબનીશ તથા પેટા હિસાબનીશની 266 જગ્યાઓ માટે ત્રણ તબક્કામાં ભરતી પરીક્ષા...